<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

પોતાના ફોટાઓ દ્વારા વિશ્વભરનું ધ્યાન ખેંચનાર પેલેસ્ટીનીયન દાદા ખાલેદ નભાન ઇઝરાયેલી હુમલામાં માર્યા ગયા છે એક વર્ષ પહેલા ઇઝરાયેલી હુમલામાં તેના પૌત્ર-પૌત્રીના મોત થયેલ

ગાઝાઃ પોતાની પૌત્રી રીમને અંતીમ વિદાય આપતી વખતે વિશ્વભરના હૃદયને સ્પર્શી ગયેલા દુઃખી પેલેસ્ટીનીયન દાદા ખાલેદ નભાન સોમવારે મધ્ય ગાઝામાં નુસીરાત શરણાર્થી શિબીરમાં ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયા હતાં.

ઇઝરાયેલનો આ હુમલો કબ્રસ્તાનની નજીક આવેલી શરણાર્થી શિબીર પર થયો હતો., જેમાં અન્યબે લોકો પણ માર્યા ગયા હતાં.

ખાલેદનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તે પોતાની ત્રણ વર્ષની પૌત્રી રીમના નિર્જીવ શરીરને ચુંબન કરતો હતો અને તેને મારા આત્માનો આત્મા કહેતો હતો.

નવેમ્બર ર૦ર૩માં દક્ષિણ ગાઝામાં તેમના ઘર પર ઇઝરાયેલી હવાઇ હુમલામાં રીમ અને તેનો પાંચ વર્ષનો ભાઇ તારિક બન્ને માર્યા ગયા હતાં.

ખાલેદે કહયું હતુ, હું કાટમાળ નીચે દટાયેલો મળી આવ્યો હતો. મને થોડા ઉઝરડા પડયા હતાં અને મારી દિકરી ઘાયલ થઇ હતી, જયારે અમે મારા પૌત્ર તારિક અને પૌત્રી રીમને ગુમાવ્યા હતાં. મારા બીજા પુત્ર અને પુત્રી ઘાયલ થયા હતાં.

તેણે વધુમાં કહયું હતુ, રીમ મારા જીવનનો એક ભાગ હતી. તેણીનું અવસાન થયુ તે પહેલા મે તેણીના મોટા થવાનું, યુનિવર્સીટીમાં જવાનું અને તેણીની કારકિર્દી વિષે મારી સલાહ લેવાનું તેનુ લક્ષ્ય હાંસલ કરવાનું સપનુ જોયુ હતુ. પેલેસ્ટીનીયન માનવ અધિકાર વકીલ રેમી અબ્દુએ લખ્યુ છે, તેના પરિવારના સભ્યોને ગુમાવનાર અને વિશ્વભરના લોકોના પ્રિય એવા પ્રતિષ્ઠીત વ્યકિત, ખાલેદ નભાન હવે ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયા છે.

(11:37 AM IST)