તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડો મુશ્કેલીમાં : સૌથી શક્તિશાળી મંત્રીનું રાજીનામું
હવે ટ્રુડોની થશે અગ્નિ પરિક્ષા

નવી દિલ્હીઃ કેનેડામાં કપરા સમયમાંથી પસાર થઈ રહેલા પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને મોટો ઝટકો લાગ્યો છે. દેશના નાયબ વડાપ્રધાન અને નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે મંત્રીમંડળમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેની પાછળ પીએમ ટ્રુડોની ઘટતી લોકપ્રિયતા હોવાનું સામે આવ્યું છે.
ફ્રીલેન્ડને લાંબા સમયથી ટ્રુડોના સૌથી શક્તિશાળી મંત્રી માનવામાં આવતા હતા. તેમણે કેનેડિયન પીએમને મોકલેલું પોતાનું રાજીનામું એક્સ પર પોસ્ટ કર્યું છે. તેમાં તેમણે લખ્યું છે કે, ‘ટ્રુડોએ તેમને નવા રોલની ઓફર કરતા કહયું હતું કે, તેમને હવે નાણામંત્રીના પદ પર રાખવા નથી માગતા.'ફ્રીલેન્ડે લખ્યું કે, ‘છેલ્લા કેટલાક અઠવાડિયાથી, આપ અને હું કેનેડા માટે સૌથી સારા રસ્તા વિશે ખુદને અસહમત માનતા હતા. ઘણી વિચારણા પછી, મેં તારણ કાઢયું છે કે મારા માટે મંત્રીમંડળમાંથી રાજીનામું આપવું જ એકમાત્ર ઈમાનદાર અને વ્યવહાર્ય રસ્તો છે.'
ફ્રીલેન્ડને ટ્રુડોના નજીકના સહયોગી માનવામાં આવતા હતા અને તેમના રાજીનામાથી કેનેડિયન પીએમને ખાસ નુકસાન પહોંચવાની આશા છે.
ફ્રીલેન્ડે કેનેડાની સામે આવતા ગંભીર પડકારો વિશે પણ વાતો કરી, જેમાં અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ધમકી પણ સામેલ છે. તેમણે કહયું કે, ‘આપણે આ ખતરાને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. તેનો અર્થ એ છે કે, આજે આપણા રાજકોષીય ખાધને ઓછી રાખવી, જેથી આપણા પાસે આવનારા ટેરિફ યુદ્ધ માટે જરૂરી ભંડાર હોય. તેનો મતલબ છે કે મોંઘી રાજકીય ચાલાકીઓથી બચવું, જેને આપણે સાંખી નથી શકતા અને જે કેનેડિયન લોકોને શંકાના દાયરામાં લાવે છે કે આપણે તે સમયની ગંભીરતાને સમજીએ છીએ.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
