તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
મોસ્કોમાં વિસ્ફોટમા રશિયાના પરમાણુ સંરક્ષણ વડા ઇગોર કિરિલોવયો અને તેના સહાયકનું મોત : યુક્રેન સુરક્ષા સેવાએ વિસ્ફોટની જવાબદારી લીધી
આ બ્લાસ્ટ રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર થયો : બ્લાસ્ટ માટે 300 ગ્રામ TNTનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ

નવી દિલ્હી તા.૧૭ : મોસ્કોમાં વિસ્ફોટ થતા રશિયાના પરમાણુ સંરક્ષણ વડાનું મોત થયું છે. યુક્રેન સુરક્ષા સેવાએ વિસ્ફોટની જવાબદારી લીધી છે.
આ બ્લાસ્ટ મોસ્કોમાં રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ માટે 300 ગ્રામ TNTનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, ઇગોર કિરિલોવ તેના એપાર્ટમેન્ટમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે નજીકમાં પાર્ક કરેલા સ્કૂટરમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઇગોર કિરિલોવની સાથે તેના સહાયકનું પણ મોત થયું હતું.
આ બ્લાસ્ટ રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ માટે 300 ગ્રામ TNTનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. આ વર્ષે ઓક્ટોબરમાં બ્રિટને ઇગોર પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેના પર યુક્રેનમાં રાસાયણિક હથિયારોના ઉપયોગ પર નજર રાખવાનો આરોપ લગાવ્યો હતો.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
