<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

સોશ્‍યલ મિડીયા ઉપર ફેમસ થવા શું શું થઇ રહ્‌યું છે....

નવી દિલ્‍હી : આ સોશિયલ મીડિયાનો યુગ છે, એક મહિલાએ ફેમસ થવા માટે એક અલગ જ ટ્રેન્‍ડને જન્‍મ આપ્‍યો જ્‍યાં તે દેવી કાલી માનો ગેટઅપ લઇને ગોલગપ્‍પા ખાવા ગઇ. આ દરમિયાન મહિલા ગોલગપ્‍પા ખાતી વખતે રીલ બનાવતી જોવા મળી હતી. યુઝર્સમાં મહિલાના ગેટઅપને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઇ ગઇ અને પૂછવામાં આવ્‍યું કે શું આ રીતે દેવીની મજાક ઉડાવવી યોગ્‍ય છે?

આ વીડિયો જયા જેરી નામના ઇન્‍સ્‍ટાગ્રામ ઓનલાઇન યુઝરે અપલોડ કર્યો હતો. કેટલાક ઇન્‍ટરનેટ યુઝર્સે ‘પ્રાર્થના' અને ‘હાર્ટ' ઇમોજીસની સાથે કોમેન્‍ટ સેક્ષનમાં ‘‘જય મહાકાલી'' ના નારા લગાવીને વિડિયો પર પ્રતિક્રિયા આપી હતી, જ્‍યારે ઘણા નેટીઝન્‍સે આ વીડિયોને ખોટો ગણાવ્‍યો હતો કારણ કે તેમાં દેવીને પુરી ખાતા બતાવવામાં આવ્‍યા હતા. તેણે મહિલાને વીડિયો ડિલીટ કરવાની પણ માંગ કરી હતી.

(4:12 PM IST)