<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

મરઘીનું જીવતું બચ્‍ચું ગળી જતાં યુવકનું મોત ડોકટરો પણ ચોંકયા : પહેલીવાર આવો કેસ જોયો

અંબિકાપુર, તા.૧૭: છત્તીસગઢના અંબિકાપુર જિલ્લામાંથી ચોંકાવનારો મામલો સામે આવ્‍યો છે. જ્‍યાં એક ૩૫ વર્ષીય યુવક જીવતું મરઘીનું બચ્‍ચું ગળી જતાં તેનું મોત નિપજ્‍યું છે. આ અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી હતી અને મળતદેહને પોસ્‍ટમોર્ટમ અર્થે ખસેડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ઘટના દરિમા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલા છિંદકાલો ગામમાં બની હતી.

પરિવારજનોએ જણાવ્‍યું કે, આનંદ ન્‍હાયા બાદ ચક્કર ખાઈને પડી ગયો હતો. જે બાદ તેને તાત્‍કાલિક હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યો હતો, જ્‍યાં ફરજ પર હાજર ડોક્‍ટરોએ તપાસ કર્યા બાદ તેને મળત જાહેર કર્યો હતો. શરૂઆતમાં મોતનું કારણ જાણવા મળ્‍યું ન હતું, પરંતુ પોસ્‍ટમોર્ટમ દરમિયાન જ્‍યારે ગળા પાસે ચીરો પાડવામાં આવ્‍યો, ત્‍યારે ડોક્‍ટરોએ જોયું કે ૨૦ સેન્‍ટીમીટર લાંબુ મરઘીનું બચ્‍ચું તેના ગળામાં ફસાયેલું હતું.

મરઘીના બચ્‍ચાનો એક ભાગ શ્વાસ નળીમાં અને બીજો ભાગ ખોરાકની નળીમાં અટવાઈ ગયો હતો. પોસ્‍ટમોર્ટમ કરનાર ડોક્‍ટરે કહ્‍યું કે, ‘‘મેં અત્‍યાર સુધીમાં ૧૫ હજાર મળતદેહોનું પોસ્‍ટમોર્ટમ કર્યું છે, પરંતુ આવો કેસ મેં પહેલીવાર જોયો છે.'

ગ્રામજનોએ આશંકા વ્‍યક્‍ત કરી છે કે આનંદ યાદવને કોઈ સંતાન ન હતા અને કદાચ સંતાન પ્રાપ્‍તિ માટે તેણે તંત્ર-મંત્ર કે મેલીવિદ્યાના ચક્કરમાં આ પગલું ભર્યું હશે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

ગ્રામજનો અને પરિવારના જણાવ્‍યા અનુસાર, આનંદ સામાન્‍ય જીવન જીવતો હતો. પરંતુ આ ઘટના તેમના માટે પણ આશ્‍ચર્યજનક છે. ડોક્‍ટરનું કહેવું છે કે મરઘીનું જીવતું બચ્‍ચું ગળી જતાં શ્વાસ રૂંધાવાના કારણે આનંદનું મળત્‍યુ થયું છે. આ ઘટના સામે આવ્‍યા બાદ બધા ચોંકી ગયા છે.(

(4:37 PM IST)