<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

GSTમાં ઓફિસ, ગોડાઉન કે બેંકનું સરનામું બદલાયું તો જાણ કરવી પડશે

વિગતો અપડેટ નહીં કરનારને જીએસટી દ્વારા ૫૦ હજાર રૂપિયાનો દંડ

મુંબઇ, તા.૧૭: જીએસટીમાં નાની સરખી ભૂલ હશે તો પણ વેપારીએ ૫૦  હજાર સુધીનો દંડ ભરવાની સ્‍થિતિ ઊભી થઈ શકે છે, કારણ કે મોટાભાગના વેપારીઓ જીએસટી નંબર લીધા બાદ તેઓના ઓફિસ, ગોડાઉન, બેંકની વિગતોમાં સુધારો કરવામાં આવ્‍યા બાદ જીએસટીમાં તેની વિગતો અપડેટ કરાવતા નથી. જ્‍યારે જીએસટીના અધિકારીઓ તપાસમાં આવે ત્‍યારે આવી તમામ વિગતોની ઝીણવટભરી તપાસ કરતા હોય છે. તેમાં વેપારીના સરનામા કે અન્‍ય કોઇ પણ વિગતમાં વિસંગતતા આવે તો સીધો ૫૦ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવતો હોય છે.

હાલમાં જીએસટી વિભાગમાં ઓડિટની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે વેપારીને ત્‍યાં જીએસટીના અધિકારીઓ ઓડિટ માટે જાય તે પહેલા વેપારીને જાણ કરી જ દેવામાં આવતી હોય છે, પરંતુ વેપારીઓની આળસના લીધે કેટલીક વખત મોટો દંડ ભરવાની સ્‍થિતિ સર્જાઈ શકતી હોય છે. હાલમાં જ ઓડિટની કામગીરીમાં સૌથી વધુ દંડ વેપારીઓને સરનામું અપડેટ નહીં કરવાના લીધે દંડ ભરવો પડી રહ્યો છે. જોકે જીએસટીમાં પહેલેથી જ નિયમ લાગુ કરવામાં આવ્‍યો છે કે ઓફિસ, ગોડાઉન અને બેંકની વિગતોમાં સુધારો કરવામાં આવ્‍યો હોય તો તેની જાણકારી જીએસટી વિભાગને કરવાની રહેશે. તેમજ તેની વિગતો જીએસટી પોર્ટલ પર પણ અપડેટ કરવાની રહેશે

(4:55 PM IST)