હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રયાગમાં બ્રહ્માએ પ્રથમ યજ્ઞ કર્યો હતો : શંકરાચાર્ય
આ પ્રથમ યજ્ઞનો “પ્ર” અને “યાગ” એટલે કે યજ્ઞથી મળીને પ્રયાગ બન્યો

પ્રયાગરાજ: આ મહાકુંભ મેળામાં આવનારા સંત- સાધુ-સંન્યાસી અને તીર્થયાત્રીયોને રોકાવવા માટે આશરે ૪૦૦૦ હેક્ટેયરમાં દુનિયાનો સૌથી મોટો તંબૂ બનાવવામાં આવી રહ્યો છે. મહાકુંભના આ આયોજનને માટે યૂપીની યોગીઆદિત્યનાથની સરકારે રૂ.૭૫૦૦ કરોડનું બજેટ ફાળવ્યું છે.
પ્રયાગરાજ મહાકુંભ મેળામાં શ્રી કાશી સુમેરુ પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી નરેન્દ્રાનન્દ મહારાજની શિવિર માટે ફાળવવામાં આવેલી ભૂમિનું પૂજન જગદ્ગુરુ શંકરાચાર્ય નરેન્દ્રાનન્દ મહારાજ દ્વારા કરવામાં આવ્યું. મહાકુંભ-૨૦૧૫ની નિર્વિઘ્ન સંમ્પન્નતાની કામનાથી નવગ્રહ, ચોસઠ યોગિની, ગંગા-યમુના-ત્રિવેણી ની સાથે પૃથ્વીનું સંપૂર્ણ વૈદિક વિધિ-વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું. પૂજન ઉપરાંત શંકરાચાર્યે કહ્યું કે, અહીં સૃષ્ટિકર્તા બ્રહ્મા એ સૃષ્ટિ કાર્ય પૂર્ણ થયા પછી પ્રથમ યજ્ઞ કર્યો હતો. આ પ્રથમ યજ્ઞનો “પ્ર” અને “યાગ” એટલે કે યજ્ઞથી મળીને પ્રયાગ બન્યો અને સ્થાનનું નામ પ્રયાગ પડ્યું. આ પાવન નગરીના અધિષ્ઠાત્રા ભગવાન શ્રી વિષ્ણુ સ્વયં છે અને તેઓ અહીં વેણીમાધવ રૂપમાં વિરાજમાન છે. ભગવાનના અહીં ૧૨ સ્વરૂપ વિદ્યમાન છે, જેને “દ્વાદશ માધવ” કહેવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
