<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

હવે ગ્રાહકોને છેતરવા મુશ્કેલ બનશે : ૨૪ ડિસેમ્બરથી ઈ-જાગૃતિ એપ શરૂ થશે

ગ્રાહકોને ફરિયાદને માટે રાજ્ય/ જિલ્લા ગ્રાહક અદાલતના ફોરમ પાસે જવું નહીં પડે.

નવીદિલ્હી: ગ્રાહકો સાથે છેતરપિંડી કરવી હવે સરળ નહીં બને. અત્યારે સામાન્ય ગ્રાહકની સાથે દુકાનદાર, કંપની કે સેવા પૂરી પાડનારાઓ તરફથી ગ્રાહકને છેતરવામાં આવતા હોવા છતાં, ગ્રાહક ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરવાનું ટાળે છે, કારણ કે તેની પ્રક્રિયાની જાણકારી તેમને હોતી નથી અને આ કામમાં તેઓએ લેખિત રૂપે ચીજો આપવી પડતી હોય છે. તેમ છતાં સમયસર ન્યાય મળતો નથી.

   હવે ગ્રાહકોએ સમયસર ન્યાય મેળવવા માટે ગ્રાહક કોર્ટમાં જવાની જરૂર નથી. ગ્રાહક બાબતનું મંત્રાલય તા.૨૪ ડિસેમ્બરથી સામાન્ય ગ્રાહકોની ફરિયાદોને માટે આગળ આવવાને માટે પ્રેરિત કરવાના ઉદ્દેશયથી ગ્રાહક દિવસ પ્રસંગે“ઈ-જાગૃતિ  એપ” શરૂ કરવા જઈ રહ્યું છે. ઈ-જાગૃતિ પોર્ટલના સંચાલનમાં આવવાથી ગ્રાહકોને ફરિયાદને માટે રાજ્ય/ જિલ્લા ગ્રાહક અદાલતના ફોરમ પાસે જવું નહીં પડે. તેઓ પોતાના મોબાઇલ ફોન/ ઈમેલ આઇડીથી લાગ ઈન કરીને પૂરી ફરિયાદ નોંધાવી શકે છે. ફી તેમજ અન્ય સંબંધિત દસ્તાવેજ પણ અપલોડ થઈ શકશે, અને પોર્ટલ/ એપ પર જ સુનાવણીની જાણકારી મળી જશે. વર્ચ્યુઅલ સુનાવણીની સુવિધા થશે અને શારીરિક હાજરીની  કોઈ જરૂર નહીં રહે. ગ્રાહક કોઈપણ સ્થળ પરથી પોતાના કેસને સતત જોઈ શકશે. ઈ-જાગૃતિ પોર્ટલ કામ કરતું શરૂ થયા પછી કેસોનો નિકાલ સરળતાથી શરૂ થઈ જશે.

(12:52 AM IST)