હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરકારે વિજય માલ્યા અને નીરવ મોદી પાસેથી રૂ.૧૫,૦૦૦ કરોડ વસૂલ કર્યા
વિજય માલ્યાની ૧૪,૧૩૧.૬ કરોડ રૂપિયાની સંપત્તિ બેંકોને પરત આવી

નીરવ મોદી પાસેથી ૧,૦૫૨.૫૮ કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે : સરકારે આવા આર્થિક અપરાધીઓ પાસેથી રૂ. ૨૨,૨૮૦ કરોડ વસૂલ કર્યા : નાણામંત્રી નિર્મલા સીતારમણે કર્યો દાવો : EDએ પીડિતો અથવા હકના દાવેદારોને રૂ.૨૨,૨૮૦ કરોડની સંપત્તિ પરત કરી
નવી દિલ્હી, તા.૧૮: સરકારે વિજય માલ્યા અને નીરવ મોદી જેવા આર્થિક ગુનેગારોની રૂ. ૨૨,૨૮૦ કરોડની સંપત્તિ બેંકો અને કાયદેસર દાવેદારોને પરત કરી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પીડિત અથવા હકના દાવેદારોને રૂ. ૨૨,૨૮૦ કરોડની સંપત્તિ પરત કરી છે અને આર્થિક અપરાધીઓ સામેની લડાઈ ચાલુ રહેશે. વર્ષ ૨૦૨૪-૨૫ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચ પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતાં, સીતારમણે કહ્યું કે ભાગેડુ વિજય માલ્યાની ૧૪,૧૩૧.૬ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોને પરત કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે નીરવ મોદી કેસમાં ૧,૦૫૨.૫૮ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકો અને ખાનગી બેંકોને પરત કરવામાં આવી છે. નાણામંત્રીના જવાબ મુજબ, મેહુલ ચોક્સી કેસમાં રૂ. ૨,૫૬૫.૯૦ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને તેની હરાજી કરવામાં આવશે. તેમણે કહ્યું કે નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (NSEL) કેસમાં ૧૭.૪૭ કરોડની સંપત્તિ વાસ્તવિક રોકાણકારોને પરત કરવામાં આવી હતી જેઓ છેતરપિંડીનો ભોગ બન્યા હતા.
તેમણે કહ્યું, 'PMLA કેસમાં, EDએ મુખ્ય કેસોમાં ઓછામાં ઓછી ૨૨,૨૮૦ કરોડ રૂપિયાની સંપત્તિ સફળતાપૂર્વક રિકવર કરી છે... અમે કોઈને છોડ્યા નથી, ભલે તેઓ દેશ છોડીને ભાગી ગયા હોય, અમે તેમની પાછળ પડ્યા છીએ. ચ્ઝએ આ નાણાં એકત્ર કરીને બેંકોને પરત આપ્યા છે. તેથી એ જાણવું અગત્યનું છે કે આર્થિક ગુના કરનારને અમે બક્ષ્યા નથી. અમે તેમની પાછળ છીએ. અમે એ સુનિશ્ચિત કરીશું કે જે પૈસા બેંકોમાં પાછા જવાના હતા તે પાછા આવે.
વિદેશમાં છુપાયેલા કાળા નાણાં અંગે કેટલાક સાંસદોના પ્રશ્નોના જવાબમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે ૨૦૧૫નો બ્લેક મની એક્ટ વાસ્તવમાં ઘણા કરદાતાઓ પર પ્રતિકૂળ અસર કરી રહ્યો છે અને તેઓ પોતે તેમની વિદેશી સંપત્તિ જાહેર કરવા આગળ આવી રહ્યા છે. તેમણે કહ્યું કે વિદેશી સંપત્તિ જાહેર કરનારા કરદાતાઓની સંખ્યા ૨૦૨૧-૨૨માં ૬૦,૪૬૭ થી વધીને ૨૦૨૪-૨૫માં બે લાખ થઈ ગઈ છે.(૨૩.૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
