<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

જમ્‍મુના કઠુઆમાં આગના કારણે મોટી દુર્ઘટના : ભારે ઠંડીમાં શ્વાસ રૂંધાવાથી ૬ લોકોના મોત

શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હતી

જમ્‍મુ, તા.૧૮: જમ્‍મુના કઠુઆમાં બુધવારે સવારે એક મકાનમાં લાગેલી આગમાં છ લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ, ઘરમાં ૯ લોકો સૂતા હતા, જેમાંથી ૬ લોકોના મોત ગૂંગળામણને કારણે થયા હતા, જ્‍યારે ૩ લોકો બેભાન થઈ ગયા હતા. આ ઘટના કઠુઆના શિવનગરમાં બની હતી.

મળતી માહિતી મુજબ મદદ માટે આગળ આવનાર એક પાડોશી પણ બેભાન થઈ ગયો છે. બેભાન લોકોની કઠુઆના જીએમસીમાં સારવાર ચાલી રહી છે. શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હતી. ગંગા ભગત (૧૭ વર્ષ), દાનિશ ભગત (૧૫ વર્ષ), અવતાર ક્રિષ્‍ના (૮૧ વર્ષ), બરખા રૈના (૨૫ વર્ષ), તકશ રૈના (૩ વર્ષ), અદ્વિક રૈના (૪ વર્ષ) આગમાં મળત્‍યુ પામ્‍યા હતા. આગની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર કર્મીઓ ઘટનાસ્‍થળે પહોંચી ગયા છે. હાલ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવામાં વ્‍યસ્‍ત છે.

આગની ઘટના બાદ ઘટનાસ્‍થળે ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. માહિતી મળ્‍યા બાદ પોલીસ અને ફાયર કર્મીઓ ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવામાં વ્‍યસ્‍ત છે. ઘરમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.

પીએમ સુનક તેમની પત્‍ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્‍યા હતા મંદિર ૨૦૨૪ ૧૨ ૧૮વ્‍૦૮૨૭૦૯.૭૦૨ ૧ જમ્‍મુના કઠુઆમાં આગના કારણે મોટી દુર્ઘટના,ભારે ઠંડીમાં શ્વાસ રૂંધાવાથી ૬ લોકોના મોત

જણાવવામાં આવી રહ્યું છે કે જ્‍યારે આગ લાગી ત્‍યારે ઘરમાં ૯ લોકો સૂતા હતા. જેના કારણે તેઓ આગને પારખી શકયા ન હતા અને આખું ઘર ધુમાડાથી ભરાઈ ગયું હતું. જેમાં ૬ લોકોના મોત થયા હતા અને ૩ લોકો ગૂંગળામણને કારણે બેભાન થઈ ગયા હતા. બેભાન લોકોની હાલત સ્‍થિર હોવાનું કહેવાય છે અને હવે તેઓ ખતરાની બહાર છે.

આ લોકોએ જીવ ગુમાવ્‍યો

૧-ગંગા ભગત- ઉંમર ૧૭ વર્ષ

૨- ડેનિશ ભગત- ઉંમર ૧૫ વર્ષ

૩- અવતાર કળષ્‍ણ- ઉંમર ૮૧ વર્ષ

૪- બરખા રૈના- ઉંમર ૨૫ વર્ષ

૫- તકશ રૈના- ઉંમર ૩ વર્ષ

૬- અદ્વિક રૈના- ઉંમર ૪ વર્ષ

આગની તપાસ ચાલી રહી છે

આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. જોકે, આગની જ્‍વાળાઓ એટલી જોરદાર હતી કે ઘણા લોકોને બહાર કાઢવામાં મોડું થયું હતું. જીએમસી કઠુઆના પ્રિન્‍સિપાલ ડૉ. સુરિન્‍દર અત્રીએ જણાવ્‍યું કે મળતકનું મોત ગૂંગળામણને કારણે થયું છે. મળતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે હોસ્‍પિટલના શબઘરમાં રાખવામાં આવ્‍યા છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. મોડી રાત્રે લાગેલી આગના કારણે ઘરમાં સૂતેલા લોકો આગની લપેટમાં આવી ગયા હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

વિસ્‍તારમાં શોકનું વાતાવરણ

આ દર્દનાક ઘટનાએ સમગ્ર વિસ્‍તારમાં શોક વ્‍યાપી ગયો છે. મળતકોના પરિવારજનોની હાલત ખરાબ છે અને તેઓ રડી રહ્યા છે. સ્‍થાનિક લોકોએ આ ઘટના પર ઘેરા શોકની લાગણી વ્‍યક્‍ત કરી છે અને વહીવટીતંત્રને અસરગ્રસ્‍ત પરિવારોને મદદ કરવાની માંગ કરી છે.(

(10:21 AM IST)