હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આઇપીઓમાં નથી મળતું એલોટમેન્ટ? આ ટીપ્સથી વધી જશે એલોટમેન્ટના ચાન્સ

મુંબઇઃ શેરબજારમાં ભારે ઉથલપાથલ વચ્ચે આઇપીઓ ક્રેઝ વધી રહયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ ૧૪૧ આઇપીઓ આવી ચુકયા છે. તેમાં મેન બોર્ડ પર ૭૬ અને એસએમઇ પ્લેટફોર્મ પર ૬પ પબ્લીક ઇશ્યુ આવ્યા હતાં. તેમાંથી લગભગ ૧૧૭ આઇપીઓમાં રોકાણકારોને ફાયદો થયો હતો. આઇપીઓમાં રોકાણ કરીને પૈસા બનાવવાની દોડમાં સામેલ ધણાં એવા રોકાણકારો છે જેમને તક જ નથી મળતી કેમકે તમામ પ્રયાસો છતાં તેમને એલોટમેન્ટ જ નથી મળતું. આવા રોકાણકારો કેટલીક જરૂરી ટીપ્સ ધ્યાનમાં રાખે તો આઇપીઓ એલોટમેન્ટની શકયતા વધી શકે છે.
બ્રોકરેજ ફર્મ શેરખાનની ૬ ટીપ્સ ૧.માત્રએક લોટ માટે જ કરો અરજી ઓવર સબસ્ક્રાઇબ આઇપીઓમાં એક લોટ માટે અરજી કરવી વધારે કારગત બને છે, કેમકે સીસ્ટમ નાની અરજીઓને પ્રાથમીકતા આપે છે. ર.એકથી વધારે ડીમેટ ખાતાઓમાંથી અરજી પોતાના પરિવાર અને મિત્રોના ડીમેટ ખાતાનો ઉપયોગ કરીને તમે અલગ-અલગ નામ અને પાન કાર્ડ થી અરજી કરી શકો છો. પણ ધ્યાન રાખવુ કે દરેક ખાતાની માહિતી સાચી હોય, આનાથી એલોટમેન્ટની શકયતાઓ વધી જાય છે. ૩. કટ ઓફ પ્રાઇસ સીલેક્ટ કરો આઇપીઓની અરજી કરતી વખતે કટ ઓફ પ્રાઇસનો વિકલ્પ સીલેક્ટ કરો. એનો અર્થ એ છે કે તમે પ્રાઇસ બેન્ડનાં સૌથી ઉંચા ભાવે શેર ખરીદવા તૈયાર છો. જ્યારે આઇપીઓ ઓવર સબસ્ક્રાઇબ થાય ત્યારે આ પધ્ધતિ ફાયદાકારક સાબિત થાય છે. ૪. અંતિમ ્ાણે અરજી કરવાનું રાખો આઇપીઓમા છેલ્લા દિવસે અરજી કરવાથી સર્છર પર દબાણ વધી જતું હોય છે, જેનાથી ટેકનીકલ સમસ્યા આવી શકે છે. પહેલા અથવા બીજા દિવસે અરજી કરો. અરજી કરતા પહેલા બધા જરૂરી કાગળો અને ફંડ તૈયાર રાખો. ૪. ટેકનીકલ ભૂલોથી બચો આઇપીઓ અરજીમાં ખોટી માહિતી અથવા પ્રક્રિયામાં નાનકડી ભૂલથી પણ અરજી રજેક્ટ થઇ શકે છે એટલે ધ્યાન રાખો કે પાનકાર્ડ અને ડીમેટ એકાઉન્ટની સાચી વિગતો ભરો એક જ પાનકાર્ડ પર વધારે અરજીઓ ના કરો. બેંક ખાતામાં પુરતા પૈસા રાખો. ૬. પેરેંટ કંપનીના શેર પહેલાથી ખરીદી રાખો જો આઇપીઓ જાહેર કરનાર કંપનીની પેરેંટ કંપની પહેલાથી જ લીસ્ટેડ હોય તો તેમાં રોકાણ કરવુ ફાયદાકારક બની શકે છે. ઘણી વાર કંપની પોતાના જૂના શેરહોલ્ડરોને પ્રાથમિકતા આપે છે. જો કે આ રીત ગેરેંટી નથી આપતી પણ એલોટમેંટના ચાન્સ વધી જાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
