<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને દિલ્હીમાં મફત સારવાર મળશે : દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે સંજીવની યોજનાની જાહેરાત કરી

સારવારનો સંપૂર્ણ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે,એકવાર આ યોજના શરૂ થયા બાદ દિલ્હીના લાખો વૃદ્ધોને ફાયદો થશે

નવી દિલ્હી તા.૧૮ :   આમ આદમી પાર્ટી (AAP)ના સંરક્ષક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વૃદ્ધો માટે સંજીવની યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દિલ્હીમાં 60 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને મફત સારવાર આપવામાં આવશે. 

       કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેમની સારવારનો સંપૂર્ણ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે. મહિલાઓ માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી હતી આ પહેલા અરવિંદ કેજરીવાલે દિલ્હીની તમામ મહિલાઓ માટે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે ચૂંટણી બાદ દિલ્હીની દરેક મહિલાના ખાતામાં 2100 રૂપિયા મોકલવામાં આવશે.

(3:23 PM IST)