News of Wednesday, 18th December 2024
Zepoથી માંડીને ફલીપકાર્ટ.. નવા વર્ષમાં મોટી કંપનીઓ IPO માટે તૈયાર
૩૪ કંપનીઓએ ર૦રપમાં સેબી પાસેથી મંજુરી લીધીઃ તેનું લક્ષ્ય કુલ ૪૧,૪૬ર કરોડ

નવી દિલ્હી, તા.૧૮: Zepto થી Flipkart... આ મોટી કંપનીઓ નવા વર્ષમાં IPO માટે તૈયાર છે, જુઓ યાદી ૩૪ કંપનીઓએ વર્ષ ૨૦૨૫માં IPO માટે સિકયોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસેથી મંજૂરી મેળવી લીધી છે. તેમનો કુલ લક્ષ્ય ૪૧,૪૬૨ કરોડ રૂપિયા છે. જ્યારે ૫૫ કંપનીઓ હજુ પણ નિયમનકારી મંજૂરીની રાહ જોઈ રહી છે, જેનો લક્ષ્યાંક અંદાજે રૂ. ૯૮,૬૭૨ કરોડ એકત્ર કરવાનો છે.
હ્યુન્ડાઈથી લઈને એનટીપીસી ગ્રીન એનર્જી સુધી, ઘણી કંપનીઓએ વર્ષ ૨૦૨૪માં તેમના આઈપીઓ લોન્ચ કર્યા હતા. જેમાં ઘણા રોકાણકારોએ મોટી કમાણી કરી હતી. હવે નવું વર્ષ શરૂ થવાનું છે, જેમાં ઘણી મોટી કંપનીઓ IPO લાવવાની તૈયારીમાં છે. આગામી વર્ષ માટે રૂ. ૧.૫ લાખ કરોડનો આઈપીઓ લોન્ચ થઈ શકે છે.
૩૪ કંપનીઓએ વર્ષ ૨૦૨૫માં IPO માટે સિકયોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસેથી મંજૂરી મેળવી લીધી છે. તેમનો કુલ લક્ષ્ય ૪૧,૪૬૨ કરોડ રૂપિયા છે. જ્યારે ૫૫ કંપનીઓ હજુ પણ નિયમનકારી મંજૂરીની રાહ જોઈ રહી છે, જેનો લક્ષ્યાંક અંદાજે રૂ. ૯૮,૬૭૨ કરોડ એકત્ર કરવાનો છે. નોંધનીય છે કે સેબી દ્વારા મંજુરી મળ્યા બાદ માર્કેટમાં શેરની યાદી બનાવવા માટે એક વર્ષ સુધીનો સમય છે.વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ સેકન્ડરી માર્કેટમાં રૂ. ૧.૦૨ લાખ કરોડથી વધુનું વેચાણ કર્યું છે. જ્યારે પ્રારંભિક બજારમાં ૧.૧૧ લાખ કરોડ રૂપિયાથી વધુની ખરીદી કરવામાં આવી છે. પ્રાઇમ ડેટાબેઝ મુજબ, વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૭૫ ભારતીય કંપનીઓએ મેઇનબોર્ડ IPO દ્વારા રૂ. ૧.૫ લાખ કરોડથી વધુ એકત્ર કર્યા છે.
જો આપણે વર્ષ ૨૦૨૩ ના આંકડાઓ પર નજર કરીએ તો ૫૭ IPO દ્વારા ૪૯,૪૩૫ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા અને ૨૦૨૨ માં ૪૦ ત્ભ્બ્ દ્વારા રૂપિયા ૫૯,૩૦૧ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, વર્ષ ૨૦૨૪ IPO માટે રેકોર્ડબ્રેક વર્ષ રહ્યું છે. ૨૦૨૪ માં સેબીમાં રેકોર્ડ ૧૪૩ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHPs) ફાઇલ કરવામાં આવ્યા હતા, જ્યારે ૨૦૨૩ માં ૮૪ DRHP અને ૨૦૨૨ માં ૮૯ DRHP ફાઇલ કરવામાં આવ્યા હતા.
આગામી IPO ફાઇલિંગમાં, Zepto, Flipkart, Indira IVF અને HDFC Credila જેવી અગ્રણી કંપનીઓ તરફથી ઇશ્યુ અપેક્ષિત છે. કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે Zepto અને Flipkart જેવી કંપનીઓ $1 બિલિયન એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.
એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસિસ (રૂ. ૧૨,૫૦૦ કરોડ), એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા (રૂ. ૧૫,૦૦૦ કરોડ), એનએસડીએલ (રૂ. ૪,૫૦૦ કરોડ), ડૉ. અગ્રવાલ હેલ્થ કેર (રૂ. ૩,૫૦૦ કરોડ), હેક્સાવેર ટેક્નોલોજીસ (રૂ. ૯,૫૦૦ કરોડ) એ પાઇપલાઇનમાં છે. રૂ. ૪,૫૦૦ કરોડ), જેએસડબલ્યુ સિમેન્ટ (રૂ. ૪,૦૦૦ કરોડ) અને હીરો ફિનકોર્પ. (રૂ. ૩,૬૦૦ કરોડ) જેવા જાણીતા નામોનો સમાવેશ થાય છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
