<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

ભારત મંડપમાં જાન્‍યુઆરીમાં ઓટો એકસપોઃ ૩૪ વાહન વિનિર્માતા ભાગ લેશે

ટીવીએસ, બજાજ, હીરો, હોન્‍ડા મોટર, સુઝુકી, ઇન્‍ડીયા યામાહા, વોલ્‍વો,અશોક લેલેન્‍ડ, જીબીએમ સહિતની કંપનીઓ જોડાશે

નવી દિલ્‍હીઃ  તા. ૧૮: : વાહન પ્રદર્શન (ઓટો એક્‍સપો) ના આગામી સંસ્‍કરણમાં ૩૪ વાહન વિનિર્માતા ભાગ લેશે અને જુદા જુદા પાવરટ્રેનથી સંબંધિત પ્રૌદ્યોગિકિયોનું પ્રદર્શન કરશે, જેમાં ટાટા મોટર્સ, મારૂતિ સુઝુકી, મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રા, ટોયોટા  કિર્લોસ્‍કર મોટર, હુંડઈ મોટર ઇન્‍ડિયા, કિઆ મોટર ઇન્‍ડિયા, જેએસડબલ્‍યુ એમજી મોટર, સ્‍કોડા ઓટો ફોક્‍સવેૈગન ઈન્‍ડિયા, બીએમડબ્‍લ્‍યુ, મર્સિડીઝ, પોશ ઇન્‍ડિયા, બીવાઈડી જેવી લક્‍ઝરી કાર વિનિર્માતા તેમજ અન્‍ય કંપનીનો ે સમાવેશ થાય છે. જે પોતાના ઉત્‍પાદ પ્રદર્શિત કરશે.

ધ્‍વી ચક્રી વાહન વિભાગમાં ટીવીએસ મોટર કંપની, બજાજ ઓટો, હીરો મોટોકોપે, હોન્‍ડા મોટર- સાયકલ એન્‍ડ સ્‍કૂટર ઇન્‍ડિયા, સુજુકી મોટર- સાયકલ અને ઇન્‍ડિયા યામાહા ની ભાગીદારી હશે. એવી જ રીતે,વોલ્‍વો આયશર કમર્શિયલ વ્‍હિકલ્‍સ, અશોક લેલેન્‍ડ, જીબીએમ અને કમિન્‍સ ઇન્‍ડિયા તે ઉપરાંત એથર એનર્જી, ટી આઈ ક્‍લિન મોબિલિટી,

ઈકેએ મોબિલિટી, ઓલા ઇલેક્‍ટ્રીક અને વિનફાસ્‍ટ જેવી કેટલીક શુદ્ધ ઇલેક્‍ટ્રીક વાહન(ઈવી) કંપનિયો  આ વખતે વાહન પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. જે ૧૯૮૬ માં આ મુખ્‍ય આયોજનના પહેલા સંસ્‍કરણ પછીથી અત્‍યાર સુધી પ્રતિભાગિયોની સૌથી વધુ મોટી સંખ્‍યા હશે.

એકમો  અને ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઇઆઇ) ની સાથે ભાગીદારીમાં વાહન વિનિર્માતાઓનું સંગઠન સોસાયટી ઓફ ઇન્‍ડિયન ઓટોમોબાઇલ મૈન્‍યુફેક્‍ચરર્સ (સિયામ) ભારત મંડપમમાં તા.૧૭ થી ૨૨ જાન્‍યુઆરી- ૨૦૨૫ સુધી ભારત મોબિલિટી ગ્‍લોબલ એકસપો-૨૦૨૫ ની દેખરેખ હેઠળ વાહન પ્રદર્શનનું ૧૭ મુ સંસ્‍કરણ ધ મોટર શા નુ આયોજન કરશે.

ભારત મોબિલિટી ગ્‍લોબલ એક્‍સપો-૨૦૨૫ આગામી વર્ષે ૧૭ થી ૨૨ સુધી ભારત મંડપમ, યશોભૂમિ (ઇન્‍ડિયા ઇન્‍ટરનેશનલ કન્‍વેન્‍શન એન્‍ડ એક્‍સપો સેન્‍ટર) દ્વારકા અને ગ્રેટર નોઇડા ખાતે ઇન્‍ડિયા એક્‍સપો સેન્‍ટર એન્‍ડ માર્ટ માં એક સાથે આયોજન કરવામાં આવશે

(4:25 PM IST)