<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

બીએસએનએલમાં મોટાપાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા: ઈન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવા માટે, સરકાર ડિજિટલ ભારત નિધિ હેઠળ વિવિધ પ્રોજેક્ટ અમલમાં મૂકી રહી છે

ઈન્ટરનેટ કનેક્ટિવિટી સુધારવા માટે, સરકાર ડિજિટલ ભારત નિધિ (અગાઉની યુ.એસ.ઓ.એફ) હેઠળ વિવિધ પ્રોજેક્ટ અમલમાં મૂકી રહી છે. બીએસએનએલને આપવામાં આવેલા આવા પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે: 

(૧) ફોર-જી સેચ્યુરેશન પ્રોજેક્ટ: દેશભરના ગામડાઓમાં ફોર-જી મોબાઇલ સેવાઓ પૂરી પાડવા માટે

(૨) બીઓપી/બીઆઈપી ખાતે ફોર-જી આધારિત મોબાઇલ સેવાઓની જોગવાઈ માટે બોર્ડર આઉટ પોસ્ટ્સ (બીઓપી)/બોર્ડર ઇન્ટેલિજન્સ પોસ્ટ્સ (બીઆઈપી) પ્રોજેક્ટ

  વધુમાં, ભારતનેટ પ્રોજેક્ટ (અગાઉ નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક તરીકે ઓળખાતો), ડિજિટલ ભારત નિધિ (અગાઉ યુએસઓએફ) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જે દેશભરની તમામ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે તબક્કાવાર રીતે અમલમાં મૂકવામાં આવે છે.

(7:28 PM IST)