<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

NEET 2025ના સિલેબસ જાહેર: NMCની અધિકૃત વેબસાઇટ પર જાણો તમામ વિગતો

NEET 2025ના સિલેબસને nmc.org.in પરથી ડાઉનલોડ કરીને પરીક્ષાની તૈયારી શરુ કરી શકે

નવી દિલ્હી :NEET 2025ના સિલેબસ અંગે NMC દ્વારા સત્તાવાર નોટિસમાં જણાવ્યા પ્રમાણે ગ્રેજ્યુએટ નેશનલ મેડિકલ કમિશન હેઠળના અંડરગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ(UGMEB) દ્વારા NEET 2025નો સિલેબસ તૈયાર થઈ ગયો છે, અને હવે તે સાર્વજનિક રુપે જાહેર કરી દેવામાં આવ્યો છે. તેના માટે દરેક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, NEET 2025ના સિલેબસને nmc.org.in પરથી ડાઉનલોડ કરીને પરીક્ષાની તૈયારી શરુ કરી શકે છે.

 

NMCની અધિકૃત વેબસાઇટ પર જઈને સિલેબસની PDF ડાઉનલોડ કરો. તેને વાંચવા અને સમજવાથી તમારા અભ્યાસને વ્યવસ્થિત કરવામાં મદદ મળશે. જેથી તેઓ આગામી મેડિકલ પ્રવેશ પરીક્ષામાં સફળતા મેળવી શકશે. 

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે એક નિવેદનમાં જણાવ્યું કે, શિક્ષણ અને આરોગ્ય મંત્રાલય આ અંગે વિચાર કરી રહી છે કે NEET-UG પરીક્ષા પેન અને પેપર મોડમાં લેવામાં આવે કે ઓનલાઇન મોડમાં. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય કરવામાં આવશે. 

સૌપ્રથમ NMC ની સત્તાવાર વેબસાઇટ nmc.org.in પર જાઓ. વેબસાઇટ પર આપવામાં આવેલા સિલેબસ લિંક પર ક્લિક કરો. સ્ક્રીન પર એક પીડીએફ ખુલશે તેને  ડાઉનલોડ કરીને સેવ કરો. 

(8:27 PM IST)