<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

મકાન/ફ્લેટનું કમ્પ્લીસન સર્ટિફિકેટ મેળવ્યા સિવાય પાણી-ડ્રેનેજનું કનેક્શન આપવું નહીં : સુપ્રીમ કોર્ટ

નકશા પાસ કરાવતી વખતે બિલ્ડર/પ્લોટના માલિક પાસેથી લેખીત બાંહેધરી અવશ્ય લેવાની રહેશે.

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યો છે કે, મકાન/ફ્લેટનું બાંધકામ સંપૂર્ણ પૂરું થયું છે અને તેમાં વસવાટ કરવાને યોગ્ય છે એવું સર્ટિફિકેટ મેળવ્યા સિવાય મકાનને પાણી અને ડ્રેનેજ કનેકશન આપવા બાબતે તેમજ મકાનનો સોંપવામાં નહીં આવે, એવું નકશા પાસ કરાવતી વખતે બિલ્ડર/પ્લોટના માલિક પાસેથી લેખીત બાંહેધરી અવશ્ય લેવાની રહેશે. બેંકોને પણ કહેવામાં આવ્યું છે કે, આવી મંજૂરી પછી જ પ્રોપર્ટી પર લોન આપવામાં આવે. સુપ્રીમ કોર્ટના આ આદેશનું પાલન નહીં કરનાર ઉચ્ચ અધિકારી સામે કોર્ટના હૂકમની અવણના કરવા બાબતે કાર્યવાહી કરવામાં આવશે.

(10:53 PM IST)