News of Thursday, 19th December 2024
‘વસંત' નવા પેકેજિંગ સાથે તદ્દન નવા લૂકની રજૂઆત કરે છે
‘પ્યાર તો હોના હી થા'ના ભાગ રૂપે આ અભિયાન, સુપ્રસિદ્ધ બોલીવૂડ કલાકાર અનિલ કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રસ્તુત કરે છે : પાંચ દાયકાઓથી પણ વધુ સમયથી વસંત ભારત ભરના રસોડામાં વિશ્વાસ અને શુદ્ધતાનું પ્રતીક રહ્યું છેઃ ચંદ્રકાંત ભંડારી

નવી દિલ્હી : મસાલા ઉદ્યોગમાં ‘વસંત' અત્યંત લોકપ્રિય અને અગ્રણી નામ. તેના નવા અને સંશોધિત પૅકેજિંગની રજૂઆત સાથે તેના વારસામાં એક નવા સ્વાદનો ઉમેરો કરે છે. આ ઘોષણા પ્રવર્તમાન અભિયાન, ‘પ્યાર તો હોના હી થા' ના ભાગ રૂપે કરવામાં આવી છે, જે વસંત સાથે દરેક વાનગીને મળતા અનેરા સ્વાદની ઉજવણી કરે છે. આ અભિયાન, સુપ્રસિદ્ધ બૉલીવુડ કલાકાર અનિલ કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રસ્તુત કરે છે, જે ભોજન અને ભાવનાઓ વચ્ચે રહેલા શાશ્વત સંબંધને રેખાંકિત કરે છે.
નવેસરથી તૈયાર કરાયેલ આ પૅકેજિંગ પરંપરા સાથે આધુનિક સ્પર્શનો સુમેળ કરતી જીવંત અને હૃદય સ્પર્શી થીમ દર્શાવે છે. નવી સુધારિત કરેલી ડિઝાઈન અર્વાચીન સુંદરતાને દર્શાવવા સાથે બેજોડ ગુણવત્તા અને વિશ્વાસને કાયમ રાખવાના બ્રાન્ડના મૂળભૂત મૂલ્યો માટેની કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
વસંતના ચૅરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ચંદ્રકાંત ભંડારીએ આ ઉપલબ્ધિ પર પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું, ‘‘પાંચ દાયકાઓથી પણ વધુ સમયથી વસંત ભારત ભરના રસોડામાં વિશ્વાસ અને શુદ્ધતાનું પ્રતીક રહ્યું છે. પ્યાર તો હોના હી થા, અભિયાન ભોજન સાથે રચાતા ભાવનાત્મક જોડાણને ઉજાગર કરે છે. અમારું નવું પૅકેજિંગ આ વિચારનો વિસ્તાર છે- શુદ્ધ, આધુનિક અને પરંપરાને વરેલ (સમર્પિત). અનિલ કપૂરના આગમન અને અમારા નવા પૅકેજિંગની સુંદરતામાં વધારો કરવા સાથે અમે વિવિધ પેઢીઓના દર્શકો સાથે જોડાઈ શુદ્ધતા અને ગુણવત્તાના અમારાં વચનને તેમનાં સુધી પહોંચાડવાનો વિશ્વાસ ધરાવીએ છીએ.
આ નવું પૅકેજિંગ ટૂંક સમયમાં જ વસંતની સંપૂર્ણ શ્રેણી માટે રજૂ કરાશે. આ રોમાંચ ભર્યાં વિકાસ સાથે, બ્રાન્ડ તેનાં ગ્રાહકોને દરેક વાનગીઓમાં ઉમેરાતા પ્રેમને માણતા, એક બોલ્ડ, નવા અવતારમાં તેનાં બેનમૂન મસાલાઓનો અનુભવ કરવા આમંત્રિત કરે છે.
વસંત વિશેઃ ભારતીય મસાલા ઉદ્યોગમાં એક અગ્રણી બ્રાન્ડ તરીકે, વસંત તેનાં ગ્રાહકો સાથેના ભાવનાત્મક સંબંધને સુદૃઢ કરતા ઊચ્ચ ગુણવત્તાના ઉત્પાદનો રજૂ કરવા પ્રતિબદ્ધ છે. છેલ્લાં ૫૪ વર્ષોથી આ વિશ્વસનીય બ્રાન્ડે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તેનાથી આગળ લાખો પરિવારોને ખુશ કર્યાં છે. ઉત્પાદનોની તેની વૈવિધ્યપૂર્ણ શ્રેણી જેમ કે મિશ્રિત મસાલા, હિંગ, મૂળભૂત મસાલા, ખડા મસાલા અને વાટેલા મસાલા સાથે વસંતે વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા મેળવી છે.
પાંચ મહાદ્વીપોમાં નિકાસ કરાતા વસંત મસાલા તેની અદ્વિતીય ગુણવત્તા અને વ્યાપક લોકપ્રિયતા માટે જાણીતા છે. આ વિશ્વસનીય બ્રાન્ડે તેનાં ગ્રાહકોને સતત સર્વોત્તમ મસાલા પૂરાં પાડ્યાં છે, જે તેનાં બેજોડ સ્વાદ અને સ્વાસ્થ્ય લાભોને લીધે છેલ્લાં પાંચ દાયકાઓથી ગળહિણીઓની પ્રથમ પસંદગી બન્યા હોવાનું કંપની કહે છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
