હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આ વર્ષે કઈ સેલિબ્રિટીએ સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો? ટોપ 10માં ક્યાં- કયા નામ સામેલ છે: જાણો યાદી
નાણાકીય વર્ષ 2024માં દેશની સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન

મુંબઈ : શું તમે જાણો છો કે આ વર્ષે કઈ સેલિબ્રિટીએ સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો છે? નાણાકીય વર્ષ 2024માં દેશની સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટી બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન છે. આ લિસ્ટમાં બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન ટોપ પર છે. શાહરૂખ ખાને નાણાકીય વર્ષ 2023-24માં અભિનેતા અક્ષય કુમારને પાછળ છોડી દીધો છે. શાહરૂખ ખાને નાણાકીય વર્ષ 2024 માટે 92 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. તે સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલિબ્રિટી બની ગયા છે. તેમની કુલ સંપત્તિ 7300 કરોડ રૂપિયા છે.
આ વર્ષે સૌથી વધુ ટેક્સ ચૂકવનાર અન્ય સેલિબ્રિટી વિશે વાત કરીએ તો, અમિતાભ બચ્ચન અને સલમાન ખાન આ યાદીના ટોપ-5માં સામેલ છે. બીજા ક્રમે તમિલ સુપરસ્ટાર થાલાપથી વિજય 80 કરોડના ટેક્સ પેમેન્ટ સાથે છે. તેમની કુલ સંપત્તિ 800 કરોડ રૂપિયા છે
2024માં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ટોચની 10 હસ્તીઓ શાહરૂખ ખાન - ₹92 કરોડ થલાપથી વિજય – ₹80 કરોડ સલમાન ખાન - ₹75 કરોડ અમિતાભ બચ્ચન – ₹71 કરોડ વિરાટ કોહલી - ₹66 કરોડ અજય દેવગન - ₹42 કરોડ એમએસ ધોની - ₹38 કરોડ રણબીર કપૂર - ₹36 કરોડ સચિન તેંડુલકર – ₹28 કરોડ હૃતિક રોશન - ₹28 કરોડ
કરની બાબતોમાં બોલિવૂડ અને રમતગમતની દુનિયાનું વર્ચસ્વ
શાહરૂખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન અને અજય દેવગન જેવા બોલિવૂડના મોટા નામોએ આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તે જ સમયે, વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને એમએસ ધોની જેવા ભારતીય ક્રિકેટ દિગ્ગજો પણ સૌથી વધુ ટેક્સ ચૂકવનારા લોકોમાં સામેલ છે.
ટોપ 10 ઉપરાંત, ટોપ 20ની યાદીમાં કપિલ શર્મા (₹26 કરોડ), સૌરવ ગાંગુલી (₹23 કરોડ), કરીના કપૂર (₹20 કરોડ), અને હાર્દિક પંડ્યા (₹13 કરોડ) જેવા નામો સામેલ છે. તેમજ સાઉથ ઈન્ડસ્ટ્રીના મોહનલાલ, અલ્લુ અર્જુને પણ પોતાનું સ્થાન બનાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
