<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

દુબઈથી ગોલ્‍ડ ખરીદવાના દિવસો ગયા ! હવે ભારતમાં સોનાના દાગીના સસ્‍તા થયા

જો તમે દુબઈથી સોનાના આભૂષણો ખરીદવાનું વિચારી રહ્યા છો તો રોકી દો : પહેલા દુબઈ અને ભારતમાં સોનાના ભાવની સરખામણી કરો : સોના પરની કસ્‍ટમ ડ્‍યુટીમાં ઘટાડો અને અહીં સોનાની જ્‍વેલરી પર ઓછા મેકિંગ ચાર્જને કારણે ભારતમાં સોનાની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છેઃ દુબઈ કરતાં ભારતમાં સોનાના દાગીના સસ્‍તા : આ જ કારણ છે કે દુબઈમાં રહેતા એનઆરઆઈને હવે ભારતમાં બનેલી સોનાની જ્‍વેલરી મળી રહી છે

નવી દિલ્‍હી, તા.૨૧: એક સમય હતો જ્‍યારે દુબઈમાં સોનું ખરીદવું ભારત કરતાં ઘણું સસ્‍તું હતું. પરંતુ હવે દ્રશ્‍ય બદલાઈ ગયું છે. દુબઈની સરખામણીએ ભારતમાં સોનાના દાગીના ખરીદવા સસ્‍તા થયા છે. કદાચ આ જ કારણ છે કે દુબઈમાં રહેતા એનઆરઆઈ હવે ભારતમાં સોનાના દાગીના મંગાવી રહ્યા છે. આ કારણે સ્‍થાનિક જ્‍વેલર્સનું વેચાણ નોંધપાત્ર રીતે વધ્‍યું છે.

ઇકોનોમિક ટાઇમ્‍સના જણાવ્‍યા અનુસાર, સોના પરની કસ્‍ટમ ડ્‍યુટીમાં ઘટાડો અને અહીં સોનાની જ્‍વેલરી પર ઓછા મેકિંગ ચાર્જને કારણે ભારતમાં સોનાની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અગ્રણી જ્‍વેલર્સે જણાવ્‍યું હતું કે નવેમ્‍બર-ડિસેમ્‍બર દરમિયાન એનઆરઆઈની ખરીદીમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં ૧૦-૧૫%નો વધારો થયો છે. બે મહિનામાં વેચાણ ૮૦ ટન સુધી પહોંચવાની શકયતા છે.

ભારતમાં સોનાના

ભાવમાં ઘટાડો

એનઆરઆઈ અને ભારતીય પ્રવાસીઓ દુબઈથી સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. કારણ કે પહેલા ત્‍યાં સોનું ખરીદવું ભારત કરતાં ઘણું સસ્‍તું હતું. પરંતુ હવે મામલો બદલાઈ ગયો છે. NRIs હવે ભારતમાં જ સ્‍થાનિક જ્‍વેલર્સ પાસેથી જ્‍વેલરી ઓર્ડર આપી રહ્યા છે.

કારણ કે જુલાઈમાં બજેટ દરમિયાન સોના પર કસ્‍ટમ ડ્‍યુટી ૧૫% થી ઘટાડીને ૬્રુ કરવામાં આવી હતી. આ ઘટાડા બાદ ભાવમાં ઘટાડો થયો છે. બીજી તરફ ભારતમાં જ્‍વેલરી બનાવવાની કિંમત પણ ઘણી ઓછી છે. આ દુબઈ કરતા લગભગ અડધુ છે.

ગોલ્‍ડ જ્‍વેલરી બનાવતી જાણીતી ચેઇનના ચેરમેન જોય અલુકાસે જણાવ્‍યું હતું કે લગ્નની આ સિઝનમાં (૧૫ નવેમ્‍બરથી ૧૫ ડિસેમ્‍બર) સોનાના વેચાણમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે ફય્‍ત્‍ત દ્વારા ભારતમાં તેમના સ્‍ટોર પર સોનાના દાગીનાની ખરીદી ગયા વર્ષની સરખામણીમાં ૧૦% વધી છે. સપ્‍ટેમ્‍બર ક્‍વાર્ટરમાં ગયા વર્ષની સરખામણીમાં સોનાની માંગમાં ૧૮%નો વધારો થયો છે.

ઉલટું, અમારા દુબઈના આઉટલેટ પર વેચાણ ઘટી ગયું છે કારણ કે મોટાભાગના ફય્‍ત્‍ હવે ભારતમાંથી સોનાના દાગીના ખરીદવાનું પસંદ કરે છે, તેમણે કહ્યું. કોચી સ્‍થિત ચેઈનના ૧૬૦ સ્‍ટોર્સ છે, જેમાંથી ૩૫ આઉટલેટ દુબઈમાં છે.

કેટલો ટેક્‍સ અને કેટલો મેકિંગ ચાર્જ?

દુબઈ ગોલ્‍ડ જ્‍વેલરી પર ૫% વેલ્‍યુ એડેડ ટેક્‍સ (VAT) વસૂલે છે. જ્‍યારે ભારતે ડ્‍યુટી ઘટાડીને ૬% કરી છે. આનો અર્થ એ થયો કે દુબઈમાં વસૂલવામાં આવતો વેટ હજુ પણ વધુ છે.

ઓલ ઈન્‍ડિયા જેમ્‍સ એન્‍ડ જ્‍વેલરી ડોમેસ્‍ટિક કાઉન્‍સિલના વાઇસ પ્રેસિડેન્‍ટ રાજેશ રોકડેએ જણાવ્‍યું હતું કે, ભારતમાં સોનામાંથી જ્‍વેલરી બનાવવી ઘણી સસ્‍તી છે. જ્‍યારે દુબઈમાં મેકિંગ ચાર્જ ૨૫ થી ૩૫્રુ છે, ભારતમાં તે ૧૦ થી ૨૦% છે.

(10:33 AM IST)