તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 21st December 2024
મધ્ય પ્રદેશના દેવાસમાં ઘરમાં લાગી આગઃ ૪ના મોતઃ ૨ બાળકો સામેલ
મકાનના ગ્રાઉન્ડ ફલોર પર આગ લાગ્યા બાદ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

નવી દીલ્હી, તા.૨૧: મધ્ય પ્રદેશના દેવાસ શહેરના નયાપુરા વિસ્તારમા વહેલી સવારે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં એક જ પરિવારના ૪ લોકોના મૃત્યુ નિપજયાં હતા. આ દુર્ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મૃતકોમાં પતિ, પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. મકાનના ગ્રાઉન્ડ ફલોર પર ડેરી ચાલતી હતી, જેમાં આગ ફાટી નીકળી હતી અને ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અહેવાલો અનુસાર, દેવાસમાં આજે વહેલી સવારે નયાપુરા વિસ્તારમાં મદન સોલંકી નામના યુવકના ઘરમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટના સવારે ૪.૧૪ વાગ્યે બની હતી. ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ આગમાં શ્વાસ રૂંધાવાથી ચાર લોકોના મોત થયા છે.
આ આગની દુર્ઘટનામાં દિનેશ સુથાર (ઉં.વ. ૩૫), ગાયત્રી સુથાર (ઉં.વ. ૩૦), ઈશિકા (ઉં.વ.૧૦), ચિરાગ (ઉં.વ.૭)નો સમાવેશ થાય છે. આ ઘરમાં દિનેશ તેના પરિવાર સાથે રહેતો હતો. તેમના ૩ માળના મકાનના ગ્રાઉન્ડ ફલોરમાં દૂધની ડેરી હતી. ડેરીમાં આગ લાગતા બીજા માળ સુધી પહોંચી હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
