<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

પૂ. મોરારીબાપુના વ્યાસાસને તામિલનાડુના તંજાવુરમા શ્રી રામકથાનો પ્રારંભ

રાજકોટ:પૂ. મોરારીબાપુના વ્યાસાસને તામિલનાડુના તંજાવુરમા શ્રી રામકથાનો આજથી પ્રારંભ થયો છે આજે સાંજે ચાર વાગ્યાથી શ્રી રામકથાનો પ્રારંભ થયો છે આજે સાંજના સાત વાગ્યા સુધી પૂજ્ય મોરારીબાપુ શ્રીરામ કથાનું રસપાન કરાવશે કાલે તારીખ 22 ને રવિવારથી આગામી રવિવાર સુધી દરરોજ સવારના 10 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધી રામકથા યોજાશે.તંજાવુર, અગાઉ તંજોર, ભારતના તમિલનાડુનું એક શહેર છે, જે તેના સમૃદ્ધ ઇતિહાસ અને જીવંત સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. તે ચોલ વંશની રાજધાની હતી અને તે ભવ્ય બૃહદીશ્વર મંદિરનું ઘર છે, જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તંજાવુર તેની અનોખી પેઇન્ટિંગ શૈલી, તંજોર પેઇન્ટિંગ માટે પણ પ્રસિદ્ધ છે, જે વાઇબ્રન્ટ રંગો અને સુવર્ણ પર્ણના શણગાર દ્વારા વર્ગીકૃત થયેલ છે. આ શહેર દક્ષિણ ભારતમાં કલા, ધર્મ અને કૃષિ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે.

 

(5:16 PM IST)