News of Sunday, 22nd December 2024
પાકિસ્તાનના પંજાબનો પોલીસકર્મી ધૂમ્રપાન કરતા અને ચરસ વેચતા રંગે હાથે ઝડપાયો: જુઓ વિડિઓ
પાકિસ્તાન પોલીસનો આ નાપાક ચહેરો સોશિયલ મીડિયા પર વાયરલ : પોલીસ ખુલ્લેઆમ ચરસનું વેચાણ કરતી જોવા મળી

پنجاب پولیس کا جوان چرس بیچتے اور پیتے ہوئے رنگے ہاتھوں پکڑا گیا ۔۔۔۔۔۔۔۔ pic.twitter.com/tn8j4r1v7A
— Fatima PTI (@FatimaPTI_IK) December 20, 2024
પાકિસ્તાન પોલીસનો આ નાપાક ચહેરો સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહ્યો છે. જેમાં ત્યાંની પોલીસ ખુલ્લેઆમ ચરસનું વેચાણ કરતી જોવા મળી હતી. ત્યાંના એક પત્રકારે આ વીડિયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. જે બાદ હવે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પાકિસ્તાની પોલીસકર્મી ઓટોની અંદર બેસીને ચરસ સપ્લાય કરી રહ્યો છે. આ દરમિયાન આ પોલીસકર્મી એક પત્રકારની ઝપેટમાં આવી જાય છે. જે બાદ પોલીસકર્મીની નજર કેમેરા પર પડતાં જ તેના હોશ ઉડી જાય છે. આ જ સમયે રિપોર્ટરે તરત જ તેના હાથમાં રહેલા ચરસના બંડલને છીનવવાનો પ્રયાસ કરે છે ત્યારે તે જ સેકન્ડે પોલીસકર્મી પણ ત્યાંથી ભાગવા લાગે છે. પોલીસકર્મીને ભાગતા જોઈને રિપોર્ટર પણ તેની પાછળ દોડવા લાગે છે અને દોડતી વખતે તેનું રિપોર્ટિંગ ચાલુ રાખે છે. આ દરમિયાન રિપોર્ટરે પાકિસ્તાન પોલીસ અને સરકારની કાર્યશૈલી પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા. રિપોર્ટર લાંબા અંતર સુધી પોલીસકર્મીનો પીછો કર્યો પરંતુ થોડે દૂર ચાલ્યા પછી તે રેલવે ટ્રેકની બીજી બાજુ જઈ ને ગાયબ જ થઈ ગયો.
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પાકિસ્તાન પોલીસની ચારેબાજુથી ટીકા થઈ રહી છે. લોકો પાકિસ્તાન પોલીસને ચરસી પોલીસ કહી રહ્યા છે. આ ચોંકાવનારો વીડિયો પાકિસ્તાનની રાજકીય પાર્ટી પીટીઆઈની નેતા ફાતિમાએ પોતાના એક્સ હેન્ડલથી શેર કર્યો છે. જેમાં તેણીએ લખ્યું છે કે- "પંજાબ પોલીસનો જવાન ચરસ વેચતા અને પીતા રંગે હાથે ઝડપાયો." ફાતિમા સિવાય અન્ય ઘણા નેતાઓએ પણ આ વીડિયોને સોશિયલ મીડિયામાં શેર કરીને પાકિસ્તાનની સરકાર અને પ્રશાસન પર જોરદાર પ્રહારો કર્યા હતા. લોકોએ વીડિયો પર કમેન્ટ દ્વારા પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ વ્યક્ત કરી હતી.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
