તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Sunday, 22nd December 2024
ઓહાયો સ્ટેટ હાઉસ અને સેનેટ એ ઓક્ટોબર મહિનાને“હિન્દૂ વિરાસત માસ” જાહેર કરવા સંબંધી વિધેયકને મંજૂરી આપી
બંને સદનો એ સર્વસંમતિથી વિધેયકને પસાર કર્યું. વિધેયક હવે ગવર્નરના હસ્તાક્ષર કે વીટોને માટે તેમની પાસે જશે

વોશિંગ્ટન: ઓહાયો સ્ટેટ હાઉસ અને સેનેટ એ ઓક્ટોબર મહિનાને “હિન્દૂ વિરાસત માસ” જાહેર કરવા સંબંધી વિધેયકને મંજૂરી આપી છે. રાજ્યના સિનેટર નીરજ અંતાણીએ ઓહાયોમાં ઓક્ટોબર મહિનાને હિન્દુ વાસાસો મહિનાના રૂપમાં નામીત કરવાના પોતાના વિધેયકને પસાર થયા પછી કહ્યું, આ ઓહાયો અને દેશભરના હિન્દુઓને માટે એક મોટી જીત છે. હવે દરેક ઓક્ટોબર મહિનામાં આપણે આધિકારિક રીતે આપણી હિન્દુ વારસાને ઉજવી શકીશું. અંતાણી ઓહાયો ના ઇતિહાસમાં પહેલા હિન્દુ અને રાજ્યથી ભારતીય અમેરિકી સિનેટર છે. તેઓ દેશમાં સૌથી ઓછી ઉંમરના હિન્દુ અને ભારતીય અમેરિકી રાજ્ય કે સંધિય નિર્વાચિત અધિકારી છે. તેઓએ કહ્યું, આ ઓહાયો અને પુરા દેશમાં હિન્દૂ અધિકારોની વકાલત કરવા વાળા લોકો વ્દારા કરવામાં આવેલ અનેક કાર્યોનુ પરિણામ હતું, અને મને તેને પસાર કરવાને માટે તેમની સાથે ભાગીદારી કરીને ખૂબ જ ખુશી થઈ છે. એક દિવસ પહેલાં, તેઓએ સેનેટમાં પોતાના વિધેયકને એચબી-૧૭૩ માં સંશોધિત કર્યું. ત્યાર પછી બંને સદનો એ સર્વસંમતિથી વિધેયકને પસાર કર્યું. વિધેયક હવે ગવર્નરના હસ્તાક્ષર કે વીટોને માટે તેમની પાસે જશે. “હિન્દૂ અમેરિકન ફાઉન્ડેશન” એ વિધેયકને મંજૂરી મળવા બદલ સ્વાગત કર્યું છે.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
