<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

ગણતંત્ર દિવસ સમારોહમાં કર્તવ્ય પથ પર ૧૫ રાજ્યોની ઝાંખી જોવા મળશે

વિશેષજ્ઞ સમિતિએ આ વર્ષે જે ૧૫ રાજ્યોની ઝાંખીઓને મંજૂરી આપવામાં આવી

નવીદિલ્હી: કર્તવ્ય પથ પર આ વખતે ગણતંત્ર દિવસ સમારોહમાં સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના વ્દારા પ્રાપ્ત માહિતી મુજબ ઝાંખી માટે વધુમાં વધુ ૧૫ રાજ્યોની પસંદગી દર વર્ષે વિશેષજ્ઞ સમિતિ તરફથી કરવામાં આવતી હોય છે. વિશેષજ્ઞ સમિતિએ આ વર્ષે જે ૧૫ રાજ્યોની ઝાંખીઓને મંજૂરી આપવામાં આવી છે, તેમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, હરિયાણા, આંધ્રપ્રદેશ, બિહાર, ચંદીગઢ, ઉત્તરાખંડ, દાદર નાગર હવેલી, ગોવા, ઝારખંડ, કર્ણાટક, પંજાબ તથા ત્રિપુરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઝાંખી રજૂ કરવા માટે રચાયેલી વિશેષજ્ઞ સમિતિએ અગાઉ મહારાષ્ટ્ર,જમ્મુ-કાશ્મીર,કર્ણાટક,આસામ,  છત્તીસગઢ અને અંદમાન રાજ્યને વધુ તક મળી છે

તેથી, તેમજ મિજોરમ અને સિક્કીમે સ્વયં ભાગ નહીં લેવાની ઈચ્છા જાહેર કરી છે, તથા અંડમાન અને લક્ષ્વ્દીપ આ બાબતે વિશેષજ્ઞ સમિતિ સામે રજૂ થઈ નથી એટલા માટે કમિટીએ તેને ભાગ લેવાથી દૂર રાખી છે, અને દિલ્હીની ઝાંખી ગુણવત્તાને અનુરૂપ નહીં હોવાથી તેને પ્રવેશ આપવામાં આવ્યો નથી.

(11:36 PM IST)