<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

કાશ્મીર ખીણમાં કાતિલ ઠંડીનું મોજું : મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તમામ કાર્યક્રમો કર્યા રદ્દ કર્યા

ઠંડીના તીવ્ર મોજાને ધ્યાનમાં રાખીને વીજળી વિભાગ અને અન્ય આવશ્યક સેવાઓની કામગીરી પર નજર રાખવા માટે શ્રીનગરમાં રહેવાનો નિર્ણય

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ, રવિવારે જમ્મુમાં તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને અહીં ઠંડીના તીવ્ર મોજાને ધ્યાનમાં રાખીને વીજળી વિભાગ અને અન્ય આવશ્યક સેવાઓની કામગીરી પર નજર રાખવા માટે શ્રીનગરમાં રહેવાનો નિર્ણય કર્યો છે.

કાશ્મીર ખીણ હાલમાં તીવ્ર ઠંડીની લહેર હેઠળ છે અને શનિવારે શ્રીનગર શહેરમાં તાપમાન માઈનસ 8.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે અહીં ત્રણ દાયકાથી વધુની સૌથી ઠંડી રાત છે

(12:01 AM IST)