તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 23rd December 2024
વિશ્વનું દેવું ૧૦૨ ટ્રિલિયન ડોલરઃ અમેરિકા પર સૌથી વધુ બોજો
ચીન બીજા નંબર પરઃ જાપાન ત્રીજા નંબરેઃ યાદીમાં ભારત સાતમા નંબરે

નવી દિલ્હી, તા.૨૩: વિશ્વના દેશોનું દેવું વધી રહ્યું છે. તાજેતરના ડેટા અનુસાર, વિશ્વનું દેવું ૧૦૨ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. દુનિયાના ઘણા મોટા દેશો લોન લઈને પોતાની અર્થવ્યવસ્થા ચલાવી રહ્યા છે. આઈએમએફ અને યુએસ ટ્રેઝરીના ડેટા અનુસાર, અમેરિકા પર વિશ્વમાં સૌથી વધુ દેવું છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા આ દેશની ફેડરલ સરકારનું દેવું ૩૬ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે, જે તેની જીડીપીના લગભગ ૧૨૫ ટકા છે. વિશ્વના કુલ દેવુંના ૩૪.૬ ટકા એકલા અમેરિકા પર છે. સમસ્યા એ છે કે અમેરિકાનું દેવું એવા સમયે વધી રહ્યું છે જયારે તેનું અર્થતંત્ર સારું પ્રદર્શન કરી રહ્યું છે. આ લોનનું વ્યાજ ચૂકવવા માટે અમેરિકાને ઘણા પૈસા ચૂકવવા પડે છે.
આ યાદીમાં ચીન બીજા નંબર પર છે. વૈશ્વિક દેવુંમાં ચીનનો હિસ્સો ૧૬.૧ ટકા છે. ગયા વર્ષે ચીનનું દેવું. ૧૪.૬૯ ટ્રિલિયન હતું. ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ઘણા મોરચે સંઘર્ષ કરી રહ્યું છે. જાપાન ત્રીજા નંબર પર છે. વિશ્વના કુલ દેવુંના ૧૦ ટકા જાપાન પર છે. ગયા વર્ષે દેશનું દેવું ૧૦.૭૯ ટ્રિલિયન ડોલર હતું. ગયા વર્ષે બ્રિટનનું દેવું ઼૩.૪૬ ટ્રિલિયન હતું, જે વૈશ્વિક દેવાના ૩.૬ ટકા છે. આ યાદીમાં ફ્રાન્સ પાંચમા સ્થાને અને ઈટાલી છઠ્ઠા સ્થાને છે. ફ્રાંસ પર ઼૩.૩૫ ટ્રિલિયનનું દેવું છે અને ઇટાલી પર ઼૩.૧૪ ટ્રિલિયનનું દેવું છે.
આ યાદીમાં ભારત સાતમા નંબરે છે. વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત પર ગયા વર્ષે કુલ ૩.૦૫૭ ટ્રિલિયન ડોલરનું દેવું હતું, જે વૈશ્વિક દેવાના ૩.૨ ટકા છે. આ જર્મની, કેનેડા, બ્રાઝિલ અને રશિયા જેવા દેશો કરતાં વધુ છે. ઇરાક, ચિલી, ચેક રિપબ્લિક, વિયેતનામ, હંગેરી, યુએઇ પર વિશ્વમાં સૌથી ઓછું દેવું છે. બાંગ્લાદેશ, યુક્રેન, તાઇવાન, રોમાનિયા, નોર્વે, સ્વીડન, કોલંબિયા, આયર્લેન્ડ અને ફિનલેન્ડ. પાકિસ્તાન પર વૈશ્વિક દેવું માત્ર ૦.૩ ટકા છે અને બાંગ્લાદેશ પર ૦.૨ ટકા છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
