<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

ભયંકર ઠંડીના કારણે શિમલા થરથરી ગયું:શ્રીનગરમાં તાપમાન માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસથી નીચે સરક્યું

હિમાચલના શિમલા અને કુલ્લુમાં પણ તીવ્ર ઠંડી: બલ્હ ખીણના ભાગોમાં ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ જારી

નવી દિલ્હી : સમગ્ર ઉત્તર ભારત હાલમાં શીત લહેરની ચપેટમાં છે. દિલ્હીથી લઈને કાશ્મીર સુધી શિયાળાએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે, પહાડો પર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેના કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધી ગઈ છે, આજે હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં તીવ્ર ઠંડીનું મોજું ચાલી રહ્યું છે

આ ઠંડીના કારણે તળાવો અને ધોધ થીજી ગયા છે અને પાણીની પાઈપલાઈન જામી ગઈ છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કાશ્મીરમાં ચિલ્લા-એ-કલાન શરૂ થઈ ગયું છે.
ચિલ્લા-એ-કલાન કાશ્મીરમાં દર વર્ષે 21 ડિસેમ્બરથી 29 જાન્યુઆરી સુધીનો સૌથી સખત શિયાળાનો સમયગાળો છે. ચિલ્લા-એ-કલાન એક ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે 'મોટો શિયાળો'. તેની અવધિ 40 દિવસ છે. આ કારણે શ્રીનગરમાં તાપમાન માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચી ગયું છે અને દાલ સરોવરના ઘણા ભાગો થીજી ગયા છે.
હિમાચલના શિમલા અને કુલ્લુમાં પણ તીવ્ર ઠંડી પડી રહી છે. વેધર સેન્ટરે મંડીમાં ભાખરા ડેમ જળાશય વિસ્તારમાં અને 24 થી 26 ડિસેમ્બર સુધી બલ્હ ખીણના ભાગોમાં ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ જારી કર્યું છે.
હિમાચલમાં, સ્થાનિક લોકો ઠંડીથી પોતાને બચાવવા માટે બોનફાયર અને ગરમ કપડાંનો આશરો લઈ રહ્યા છે. ઠંડીના કારણે પાણીની પાઈપલાઈનો જામી જવાના કારણે આ વિસ્તારોમાં વીજળીની માંગમાં પણ વધારો થયો છે. આજે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે શિમલામાં આજે વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે, મહત્તમ તાપમાન 13.0 ડિગ્રી સેલ્સિયસથી લઘુત્તમ 4.0 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

(1:26 PM IST)