તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 23rd December 2024
‘ચિલ્લાઈ કલાન' એટલે ઠુંઠરાવતા હિમાલયની ગોદ, ઠંડા ઠંડા, કુલ કુલ ટાઢાબોળ ટાઢોડાની અલૌકિક મોજ

ભભચિલ્લાઇ કલાનભભ એટલે
હાડ થીજાવી દેતી ઠંડી,
હિમાચ્છાદીત શીખરો,
થીજી ગયેલા સરોવરો,
બરફાચ્છાદિત ખેતરો,
કાશ્મીરીઓનો રાજીપો,
હિમવષાં, હિમ નદીઓ,
હિમસ્ખલનો, એવેલેન્ચ,
બરફની બોછાળ, રમોત્સવો,
ટ્રાફિક જામ, લપસતા વાહનો,
અત્ર તત્ર સવંત્ર બરફની ગંજો,
વાજવાન, કેસરની નમકીન ચા,
ફેરન કાંગળી બુખારીનો ગરમાવો,
આ...હા...હા...હા... બીજું તો ઘણુ બધુ.... બધુ.... મોજ તોભભચિલ્લાઇ કલાનભભએડવેન્ચરનીજ.
ભભચિલ્લાઇ કલાનભભ શબ્દ ફારસી પ્રથા અનુસાર એકવીસમી ડિસેમ્બરે સાબ-એ-અલડા એટલે કે સાબ-એ-ચીલ્લેહ (ચાલીસ રાત્રી) તરીકે ઉજવે છે તે જ રીતે ઇરાની અજર બેજાનીઓ આ દિવસોને ચિલ્લા ગન્નજાસી તરીકે ઉજવે છે જે કાશ્મીરી ખીણમાં ભભચિલ્લાઇ કલાનભભ તરીકે ઉજવાય છે.
કાશ્મીર ખીણમાં વષં દરમિયાન તીવ્ર ઠંડીના નેવું દિવસો પૈકી એકવીસમી ડિસેમ્બરથી એકત્રીસમી જાન્યુઆરી સુધીના તીવ્ર માઇનસ ઝીરો થી માઇનસ વીસ ડિગ્રી તાપમાન વાળા કાતિલ થીજાવી દેતી ઠંડીના ચાલીસ દિવસોને ભભચિલ્લાઇ કલાનભભ તરીકે ઓળખવામાં આવે છે.
ભભચિલ્લાઇ કલાનભભ એડવેન્ચર કરવા માટેનો પ્રસ્તાવ સુપર સીનીયર સીટીઝન મુકે ત્યારે તેમના પરીવારોના સદસ્યોની મનોદશા અંગે માત્ર કલ્પનાજ કરી શકાય વણંવી શકાય નહી.
ત્રીસ વષંનો રેકોર્ડઙ્ઘ તોડતી ઠંડી સાથે હિમવષાં ચાલુ હોય અને તાપમાન સતત માઇનસ રહેતુ હોય ત્યારે ભભચિલ્લાઇ કલાનભભ એડવેન્ચર કરવા જવુ તે ગાંડપણથી જરાય ઓછું ના ગણાય.
હું વાત કરું છું લોહાણા શ્રેષ્ઠી, અકિલાના મોભી સુપર સીનીયર સીટીઝન શ્રી કિરીટભાઇ ગણાત્રાની તેનો ત્રીસમી ડિસેમ્બરે મને ફોન આવ્યો કે એકત્રીસમી ડિસેમ્બરે મારી પૌત્રી ગુલ્લુનો જન્મદિવસ છે તેની ઉજવણી કરીને રાત્રે ત્રણ વાગ્યે ભભચિલ્લાઇ કલાનભભ એડવેન્ચર માટે જવું છે.
મેં કભ્ુ કિરીટભાઇ અત્યારે જુનાગઢના પવંતીય વિસ્તારમાં પણ ઝીરો તાપમાન છે ત્યારે કાશ્મીરના તાપમાનનો અંદાજો અકલ્પનીય છે.
કિરીટભાઇએ કભ્ુ કોઇ વાંધો નહી તું અજીતભાઇ અને નૈમિષભાઇને ધરપત આપજે કે કોઇ મુશ્કેલી નહી થાય એનો રાજીપો મેળવવાની જવાબદારી તારી. સદગુરૂ દયાનંદગીરી બાપુની આજ્ઞા અને રાજીપો મેળવવા માટે હું જાવ છું. ભભચિલ્લાઇ કલાનભભ ની કાતિલ ઠંડીના દિવસો, કિરીટભાઇની સુપર સીનીયર સીટીઝનની વય, ગરમ નરમ તબીયત અને આંતકના માહોલમાં ભભચિલ્લાઇ કલાનભભ એડવેન્ચર કરવાનું હોવાથી કોઇ પરીવારનો રાજીપો ના હોય.
પરંતુ કિરીટભાઇની ઇચ્છા અને રાજીપાને કયારેય અવગણના નહી કરનાર અજીતભાઇ, નીમિષભાઇ, જનકભાઇ ત્રીવેદી અને નરેદ્રસીંહ જાડેજાએ કેટલીક શરતો સાથે આંતરીક અંજપા સાથે કિરીટભાઇને ખુશ રાખવા બાભ્ રાજીપો વ્યકત કયોઙ્ઘ. હરેક પ્રવાસની જેમ આ વખતે પણ જનકભાઇએ મને કડકાઇથી શરતોનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરી.
કાશ્મીરના મારા મિત્ર લતીફ ગેસ્ટહાઉસ વાળા લતીફ ચાચાને અમો ભભચિલ્લાઇ કલાનભભ એડવેન્ચર માટે આવી રભ હોવાની જાણ કરતા લતીફ ચાચાએ સામો પ્રઙ્કન કયોઙ્ઘઙ્ઘ કયારની ફલાઇટ છે ? મેં કભ્ુ ફલાઇટમાં નહી સેલ્ફ કાર ડ્રાઇવ કરીને આવીએ છીએ.
લતીફ ચાચાએ કભ્ુ કારમાં આવવાનું હિતાવહ નથી કારણકે અત્યારે કાશ્મીર ઘાટીમાં ત્રીસ વષંની રેકોડં બે્રક ઠંડી અને ભારે હિમવષાં છે. રસ્તાઓ પણ લેન્ડ સ્લાઇડીંગ અને હિમવષાંને કારણે કયારેક બે થી ચાર દિવસ સુધી બંધ રહે છે. રસ્તાઓ ઉપર હિમવષાંને કારણે કાર સ્લીપ થવાનો પણ ભય હોય તમો બાય એર મુસાફરી કરી સીધા શ્રીનગર પહોંચી જશો બાકીની વ્યવસ્થા મારી ઉપર છોડો.
પરંતુ ભભચિલ્લાઇ કલાનભભ અને સેલ્ફ કાર ડ્રાઇવ એડવેન્ચર કરવા માટેનું વળગણ સવાર થયુ હોય ત્યારે કિરીટભાઇ સાહસીકતાને પડકારતી કોઇપણ સલાહને પે્રમપૂવઙ્ઘક નકારી કાઢેજ તે તેમના સ્વભાવમાં છે.
લતીફ ચાચાની પુત્રી ઉજમાએ પણ કારને બદલે હવાઇમાગેઙ્ગ આવવા માટે ચીંતાતુર ભાવે વિનંતી કરી પરંતુ ભભધાયુઙ્ઘ તો ઠાકોરજીનું જ થાયભભ તે કહેવત અનુસાર કિરીટભાઇનું ધાયુઙ્ઘ કયાઙ્ઘ સિવાય કોઇ વિકલ્પ ન હોય વ્હેલી સવારે ત્રણ વાગ્યે હું અને મારા ઇન્ચાજં લોન ઓફિસર શૈલેષ પટેલ સાથે અકિલા કાયાંલયે પહોંચતાજ કિરીટભાઇ બેગ સાથે તૈયાર હતા.
પુત્ર નિમીષભાઇએ બે દિવસ પહેલાજ કિરીટભાઇને ફરવા માટે લઇ આપેલ સેવન સીટર મોરાજો કારમાં સામાન ગોઠવીને સેલ્ફ કાર ડ્રાઇવ કરી ભભચિલ્લાઇ કલાનભભ એડવેન્ચર કરવા માટે રવાના થયા.
આખી રાત કાર ચલાવી રાજસ્થાનના સીરોહી ક્ષેત્રમાં પ્રવેશતાની સાથે બપોરના બાર થઇ ગયેલ હોય, અકિલા લાઇવ ન્યૂઝ કરવા માટેની તૈયારીના ભાગ રૂપે કાર ચલાવવાનું શુકાન કિરીટભાઇએ મને સોંપીને રાઇટ પોણા વાગ્યે ચાલુ કારે અકિલા લાઇવ ન્યૂઝ પ્રસારીત કરેલ.
મારો કિરીટભાઇ સાથે પાંચમી વખત સેલ્ફ કાર ડ્રાઇવ એડવેન્ચર પ્રવાસ હોય તેમના ગમાઢઅણગમાંથી હું અવગત હતો જ.
મને ખબર છે કે કિરીટભાઇ જે મુલકમાં જાય તે મુલકની રસોઇ/વાનગીઓ માણવાનો આગ્રહ રાખતા હોય. અમો હરેક પ્રવાસમાં ભીડભાડ વગરના સાફસુથરા ધાબા ઉપર સ્થાનીક મુલકની વાનગીઓ બનાવવા માટે સાથે લઇ ગયેલ શુદ્ધ મરીમસાલા અને શીંગતેલ ધાબાવાળાને આપી કિરીટભાઇ અને ધાબાવાળાએ સાથે મળીને રાજસ્થાની સ્વાદાનુસાર રસોઇ તૈયાર કરી.
ધાબાની પાછળ પોતાની લીલીછમ વાડીમાંથી રસાળ ટમેટા, કાકડી અને મુળા તોડીને ગ્રીન સલાડ તૈયાર કરી માટીના વાસણમાં મેળવેલ જામેલા દહીં સાથે ગાયોના દુધમાંથી તૈયાર કરેલ દેશી ઘી સાથે રસોઇ પીરસવામાં આવી ત્યારે રસોઇની સોડમ ચારોતરફ પ્રસરી ગયેલ.
મઘ્યરાત્રીએ પંજાબમાંથી પસાર થતાં નેશ્નલ હાઇવે નંબર એક ઉપર જઇ રભ હતા ત્યારે ઝીરો વીઝીબીલીટીવાળું ગાઢ ધુમ્મસ / ઝાકળ છવાયેલું હતું.
ધુમ્મસ સામાન્ય રીતે વાદળથી અલગ છે. સ્થાનિક ભૂમિગત ભેજથી ધુમ્મસ રચાય છે, ધુમ્મસ નાના બારીક ટીપામાં રૂપાંતરિત થાય ત્યારે તેને ઝાંકળ કહે છે.
ગાઢ ધુમ્મસ / ઝાકળથી વીઝીબીલીટી ઝીરો લેવલ સુધી પહોંચી જાય છે ત્યારે ચાર થી પાંચ ફુટ આગળની ચલિત કે અચલિત આકઙ્ખતિઓ નજરે દેખી શકાતી નથી.
ધુમ્મસ / ઝાકળથી રોડ ઉપર ભીનાશ હોય તેવા સંજોગોમાં જો અચાનક બે્રક મારવાનું થાય તો ગાડી સ્લીપ થઇ કાબુ ગુમાવી બેસે. આ પ્રકારે અકસ્માત વાળા અનેક વિડીયો સોશિયલ મીડીયામાં વાઇરલ થયા છે.
સહપ્રવાસી તરીકે હું ચીંતાતુર એટલા માટે હતો કે શુન્ય વીઝીબીલીટી વાળા ધુમ્મસ સાથે કિરીટભાઇ લાઇવ ન્યૂઝ આપતા હતા ત્યારે કાર ચલાવતી વખતે જો થોડી પણ ગડમથલ થાય તો અકસ્માતનો ભય સતાવતો હતો પરંતુ ભભરામ રાખે તેને કોણ ચાખેભભ તે કહેવત અનુસાર અમોએ હેમખેમ રસ્તો પસાર કયોઙ્ઘ.
બીજે દિવસે વ્હેલી સવારે જમ્મુ પહોંચ્યા ત્યારે કાશ્મીર જવાનો રસ્તો ભારે હિમવષાં અને લેન્ડ સ્લાઇડિંગના કારણે પ્રશાસને બંધ કરેલ.
તેમ છતા કાશ્મીર જવા માટે કિરીટભાઇને અણસાર ન આવે તે રીતે અનીવાયઙ્ઘ કુળકપટ કરીને પોલીસવાળા પાસે હું ખોટુ બોલ્યો કે અમારે કટરા જવુ છે તેથી અમારી કારને પોલીસે આગળ જવા દીધી.
ઉધમપુર પહોંચ્યા ત્યારે અમારી કારને સ્થાનિક પોલીસે રોકીને આગળ જવાની મનાઇ કરતા ફરીથી મેં અગાઉની જેમ ખોટું બોલીને પટનીટોપ જવુ છે તેવુ બહાનુ કાઢતા અમારી ઉપર વિઙ્કવાસ રાખી પોલીસે આગળ જવા દીધા.
ખાબડખુબડ વાળા જોખમી રસ્તે અને તોફાની હિમવષાઙ્ઘ વાળા વાતાવરણમાં પ્રવાસ કરી રભ હતા ત્યારે વચમાં પટનીટોપ હેઠળ દેશની સૌથી મોટી નવ કિલોમીટર લાંબી ટનલ પસાર કરી.
ટનલ પસાર કરતી વખતે આશ્ચયઙ્ઘચકીત થઇ વિચાયુઙ્ઘ કે ભારત ધારે તો પાતાલને ચીરીને પણ રસ્તો કરે તેવા કુશળ નિમાંણકારોથી દેશ છલોછલ ભરાયેલ છે.
ટનલ વટાવીને ચંદ્રકોટ, રામબન થઇ બનિહાલ પહોંચતા પહેલા લેન્ડ સ્લાઇડીંગનો મલવો હટાવતા મેગા મુવસં ન્નયારે થોડા ખસે ત્યારે કશોકશ રસ્તે આગળ વધવુ મુશ્કેલ હોવા છતા ગાંડપણ ભર્યું સાહસ કરીને ન્નયારે બનિહાલ પહોંચ્યા ત્યારે અચાનક ભારે પવન સાથે હિમવષાં શરૂ થતા વાહન વ્યવહારને અટકાવી દેવામાં આવેલ. આફતને તકમાં પલટી ફોટોગ્રાફીની મોજ માણી વાતાવરણ શાંત થતા બનિહાલમાં આવેલ પીરપંજાલ પવંતમાળાને વીંધતી ત્રણ કિલોમીટર લાંબી જવાહર ટનલ પસાર કરીને કાશ્મીરી ખીણમાં પ્રવેશતા જ સમસ્ત કાશ્મીર ખીણ ચારેબાજુ બરફાચ્છાદિત સફેદ ચાદર ઓઢીને ઓલીયો આત્મા સુતો હોય તેમ દ્રશ્યમાન થયેલ. સાંજના છ કલાકે અમો શ્રીનગરના ડાલ સરોવરની કેનાલના કિનારે આવેલ ગુજરાતીઓના પ્રીય લતીફ ગેસ્ટહાઉસમાં પહોંચ્યા ત્યારે લતીફ ગેસ્ટહાઉસના માલીક લતીફ ચાચા(મો. ૯૪૧૯પ ૧૮૮૩૮, ૯૭૯૭ર ૯૬૬૩પ) એ ઉમળકાભેર સ્વાગત કરી કુશળતા પુછી માઇનસ ડિગ્રીમાં ગરમાગરમ કેશરયુકત નમકીન ચા સાથે સ્થાનિક તંદુરી બન પીરસતા થાક દુર થતો જતો હોવાનો અહેસાસ થવા લાગેલ.
...ક્રમાંક

(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
