<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

જે લોકોના ABHA Card નથી બન્યાં, શું એવાં લોકોને પડશે મોટી મુશ્કેલી? વર્ષ 2021 માં ભારત સરકારે આભા કાર્ડ લોન્ચ કર્યું હતું આ કાર્ડ બાકી બધા કાર્ડથી અલગ

આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ એટલે કે આભા કાર્ડ ભારત સરકાર તરફથી આપવામાં આવતું એક ડિજિટલ હેલ્થ કાર્ડ છે આ કાર્ડની અંડર તમારો સમગ્ર મેડિકલ રેકોર્ડ

નવી દિલ્હી તા.૨૩ : ABHA કાર્ડને ડિજિટલ મેડિકલ ફાઇલ પણ કહેવાય છે તેના ઉપયોગથી હોસ્પિટલ કે મેડિકલને લગતા કામ સરળ થઈ જાય છે. ત્યારે ચાલો જાણીએ કે આ આભા કાર્ડ કેમ જરૂરી છે.

ભારત સરકાર દેશના લોકો માટે નવી નવી યોજનાઓ અમલમાં મૂકે છે અને એ યોજનો માટે નવા નવા કાર્ડ પણ જારી કરે છે, આ દરેક કાર્ડનો ઉપયોગ અલગ-અલગ કામ માટે અલગ -અલગ ક્ષેત્રમાં થાય છે. સરકાર મફતમાં સારવાર માટે આયુષ્યમાન કાર્ડ આપે છે તો વોટિંગ માટે વોટર કાર્ડ તો ઇન્કમ ટેક્સ અને બેન્કિંગના કામ માટે પાન કાર્ડ અને ઓળખ માટે આધાર કાર્ડ આપે છે.

વર્ષ 2021 માં ભારત સરકારે આભા કાર્ડ લોન્ચ કર્યું હતું. આ કાર્ડ બાકી બધા કાર્ડથી અલગ છે. આઆ કાર્ડ ના હોવાથી કોઈ કામ અટકતા નથી પરંતુ તેનો ઉપયોગથી તમારા ઘણા કામ સરળ થઈ શકે છે, ચાલો જાણીએ આભા કાર્ડ નહીં હોવાના નુકસાન વિશે.

આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ એટલે કે આભા કાર્ડ ભારત સરકાર તરફથી આપવામાં આવતું એક ડિજિટલ હેલ્થ કાર્ડ છે. આ કાર્ડની અંડર તમારો સમગ્ર મેડિકલ રેકોર્ડ હોય છે જેના લીધે તમારી હેલ્થ રિલેટેડ જાણકારી સરળતાથી અને સેફટી સાથે ડિજિટલ સ્ટોર કરી શકાય છે, જે લોકો પાસે આ કાર્ડ નથી તેમની તમામ મેડિકલ હિસ્ટ્રી એક જગ્યાએથી મેળવી શકાતી નથી. ઉદાહરણ તરીકે જ્યારે તમે હોસ્પિટલ જાવ હકો કોઈ ઈલાજ માટે ત્યારે જો તમારી પાસે આ કાર્ડ હોય તો ડૉક્ટર તમારી તમામ મેડિકલ કન્ડિશન કે અગાઉ થયેલ રોગ કે અન્ય માહિતી મેળવી શકે છે, આ કાર્ડ ખાસ અકસ્માતના સમય પર વધારે ઉપયોગી થઈ શકે છે.

(4:21 PM IST)