તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 23rd December 2024
આંદોલન વચ્ચે હરિયાણા સરકારે લીધો મોટો નિર્ણય : મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ રાજ્યમાં 24 પાક MSP એટલે કે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી
રાગી, સોયાબીન, નાઈગર સીડ, કુસુમ, જવ, મકાઈ, જુવાર, શણ, કોપરા અને ઉનાળુ મગના પાકને હવે 14 પાકોની યાદીમાં સામેલ કરવામાં આવશે

નવી દિલ્હી તા.૨૩ : પંજાબ-હરિયાણાની ખનૌરી અને શંભુ બોર્ડર પર ખેડૂતો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. આંદોલનકારી ખેડૂતો કેન્દ્ર તેમજ હરિયાણા સરકારથી ભારે નારાજ છે. કારણ કે ત્રણ વખત વિરોધ કરી રહેલા ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી હતી અને હરિયાણા સરકારે તેમને આગળ વધવા દીધા ન હતા. આ નારાજગી અને આંદોલન વચ્ચે હરિયાણા સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ રાજ્યમાં 24 પાક MSP એટલે કે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. સરકાર આ પાકને MSP પર ખરીદશે રાગી, સોયાબીન, નાઈગર સીડ, કુસુમ, જવ, મકાઈ, જુવાર, શણ, કોપરા અને ઉનાળુ મગનો સમાવેશ થાય છે. આ પાકોને હવે 14 પાકોની યાદીમાં સામેલ કરવામાં આવશે જે પહેલાથી MSP પર ખરીદવામાં આવી રહ્યા છે. તેમાં ડાંગર, બાજરી, ખરીફ મૂંગ, અડદ, અરહર, તલ, કપાસ, મગફળી, ઘઉં, સરસવ, ચણા, મસૂર, સૂર્યમુખી અને શેરડી જેવા મહત્વના ખોરાક અને રોકડ પાકોનો સમાવેશ થાય છે. આ નોટિફિકેશન કેન્દ્ર સરકારની MSP નીતિ મુજબ જારી કરવામાં આવ્યું છે, જેનાથી સુનિશ્ચિત કરવામાં આવે છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલ MSP પર તમામ નોટિફાઇડ પાકની ખરીદી કરવામાં આવે. વધુમાં, શેરડીની ખરીદી એમએસપીની જેમ જ વાજબી અને મહેનતાણું કિંમતે (FRP) ચાલુ રહેશે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
