<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

અસદની પત્‍ની અસમાએ છૂટાછેડા માટે કરી અરજી

સીરીયાના હકાલપટ્ટી કરાયેલા રાષ્ટ્રપતિએ પહેલા સત્તા ગુમાવી હવે પત્‍ની

નવી દીલ્‍હી, તા.૨૩: સીરિયાના હકાલપટ્ટી કરાયેલા રાષ્ટ્રપતિ બશર અલ-અસદની બ્રિટિશ પત્‍ની અસમા અલ-અસદે છૂટાછેડા માટે અરજી કરી છે. તુર્કી અને આરબ મીડિયા અનુસાર, અસમા મોસ્‍કોમાં ખુશ નથી અને લંડન જવા માંગે છે. વિદ્રોહી જૂથો દ્વારા સીરિયામાં તખ્‍તાપલટ કર્યા બાદ બશર અલ-અસદ પોતાના પરિવાર સાથે રશિયા ભાગી ગયા હતા. વ્‍લાદિમીર પુતિને તેમને પોતાના દેશમાં રાજકીય આશ્રય આપ્‍યો છે.

બશર અલ-અસદની પત્‍ની અસમાએ રશિયન કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે અને મોસ્‍કો છોડવા માટે વિશેષ પરવાનગીની વિનંતી કરી છે. તેમની અરજી પર રશિયન સત્તાવાળાઓ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. અહેવાલ મુજબ અસમા પાસે બ્રિટન અને સીરિયાની બેવડી નાગરિકતા છે. તેનો જન્‍મ લંડનમાં સીરિયન માતાપિતાને ત્‍યાં થયો હતો. અસમા ૨૦૦૦માં સીરિયા ગઈ હતી અને તે જ વર્ષે ૨૫ વર્ષની ઉંમરે અસદ સાથે લગ્ન કર્યા હતા.

(4:50 PM IST)