<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

હવામાં 'સીપીઆર' આપીને યુવતીને જીવતી કરી? કાનપુરના બાબાનો વીડિયો વાયરલ!

કાનપુરના કરૌલી શંકર નામના બાબાનો વીડિયો વાયરલ :સોશિયલ મીડિયા પર લોકો તેને દંભ ગણાવી રહ્યા છે.

કાનપુરમાં જ્યાં એક બાબાએ હવામાં CPR આપીને લગભગ મૃત યુવતીને  જીવિત કરવાનો દાવો કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કાનપુરના એક આશ્રમમાં રહેતા કરૌલી શંકર તરીકે જાણીતા બાબા સંતોષ સિંહે આ પાખંડને આચર્યો હતો. એક સમયે ખેડૂતોના નેતા તરીકે જાણીતા સંતોષ સિંહે લગભગ બે દાયકા પહેલા પોતાની ભૂમિકા બદલી અને બાબાનું સ્વરૂપ ધારણ કર્યું. તેમનો 14 એકરમાં ફેલાયેલો આશ્રમ છે અને લાખો અનુયાયીઓ છે. કરૌલી શંકરનું નામ પહેલા પણ વિવાદોમાં આવી ચુક્યું છે. નોઈડાના એક ડોક્ટરે તેમના પર નકલી હોવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ બાબાના સમર્થકોએ ડોક્ટરની મારપીટ કરી હતી.

આ વખતે વાયરલ થઈ રહેલા વીડિયોમાં બાબા એક છોકરીની માતાને કહેતા જોઈ શકાય છે કે, "હું તારી થોડી જીંદગી લઈશ અને તારી દીકરીમાં મૂકી દઈશ." આ પછી બાબાએ હવામાં સીપીઆર આપીને છોકરીને પુનર્જીવિત કરવાનો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવતાની સાથે જ લોકો તેને બનાવટી અને દંભનું જીવંત ઉદાહરણ ગણાવી રહ્યા છે.

લોકોનું કહેવું છે કે આ બાબા માત્ર લોકોની ભાવનાઓ સાથે રમી રહ્યા છે. જે રીતે એર CPR વિશે વાત કરવામાં આવી રહી છે તે વિજ્ઞાન અને તર્ક બંનેની વિરુદ્ધ છે. કેટલાક લોકો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે બાબા તેમના અનુયાયીઓનો વિશ્વાસ ઠેસ પહોંચાડી રહ્યા છે અને દંભ ફેલાવવા માટે વ્યાવસાયિક કલાકારોની મદદ લઈ રહ્યા છે


 

(7:27 PM IST)