તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 23rd December 2024
શ્રમણ તથા જૈન પરંપરાથી પ્રેરિત દેશનું પહેલું ડિજિટલ મ્યુઝિયમ
આ મહત્વકાંક્ષી યોજના ૩.૫૦ લાખ વર્ગફુટ વિસ્તારમાં ફેલાયેલું છે

પુણે-મુબઈ: પુણે-મુંબઈ-પુણે રાજમાર્ગ પર પારવડી માવલમાં ૧૨ વર્ષથી ૨૨૦૦ વર્ષ જૂની પાલે જૈન ગુફાઓ પાસે ૫૦ એકરમાં રૂ.૪૦૦ કરોડના ખર્ચે નિર્મિત ફિરોદિયા ઇન્સ્ટિટયૂટ ઓફ ફિલૉસફી કલ્ચરલ એન્ડ હિસ્ટ્રી તરફથી ઈંદ્રાયણી તટ પર બનાવવામાં આવેલ સંગ્રહાલય, હવે દેશનું પહેલું ડિજિટલ મ્યુઝિયમ શરૂ થઈ ગયું છે.પ્રકૃતિની વચ્ચે શાંતિ અને સૂકન ભર્યા વાતાવરણમાં અભય પ્રભાવના સંગ્રહાલય અને જ્ઞાન કેન્દ્રમાં શ્રમણ અને જૈન પરંપરાથી પ્રેરિત સંગ્રહાલયની ભવ્યતા જોતાની સાથે જ તેનો અહેસાસ થાય છે. તેના કોતરણી કામથી લઈને રાજસ્થાનના પથ્થરોમાથી બનેલી મૂર્તિઓ ૨૪ જૈન તીર્થકરોની ગાથા, સંદેશાની પ્રાસંગિકતાની ઝલકતથી લઈને, અન્ય નિર્માણ સામેલ છે. સંગ્રહાલયમાં ત્રણ મુખ્ય ખંડ છે. તેમાં કાલાતીત જ્ઞાનનો માર્ગ, જૈન સંસ્કૃતિ અને ઇતિહાસનો માર્ગ અને ખુશીનો માર્ગ છે. અમર પ્રેરણા ટ્રસ્ટના અધ્યક્ષ અભય ફિરોદિયા મુજબ આ મહત્વકાંક્ષી યોજના ૩.૫૦ લાખ વર્ગફુટ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સંગ્રહાલય નથી પરંતુ પેઢીઓ વચ્ચે બનેલ પુલ છે
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
