<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

ગેરકાયદેસર બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને દિલ્હીની શાળાઓમાં પ્રવેશ નહીં :સરકારનો આદેશ જારી -

દિલ્હી સરકારે ગેરકાયદેસર બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના દસ્તાવેજો ચકાસવા સૂચના આપી:આવા વિદ્યાર્થીઓની નોંધણી રોકવા માટે કડક દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે

નવી દિલ્હી :દિલ્હી સરકારના ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન દ્વારા ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસિયોની નોંધણી રોકવા માટે આદેશ જારી કરવામાં આવ્યો છે. દિલ્હી સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતીઓની નોંધણીને રોકવા માટે કડક પ્રવેશ પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરવા માટે કામ કરવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ શાળાઓને પ્રવેશ પ્રક્રિયા દરમિયાન બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે આવેલા સ્થળાંતરિત વિદ્યાર્થીઓની ઓળખ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે

    જારી કરાયેલા આદેશ મુજબ, "DoE ની સહાયિત અને બિન-સહાયિત માન્યતા પ્રાપ્ત ખાનગી શાળાઓને નિર્દેશિત કરવામાં આવે છે કે શાળાઓમાં સ્થળાંતરિત બાળકોને પ્રવેશ આપતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરાવે અને તેનું પુરે પુરુ પાલન પણ કરવામાં આવે. DOE ના તમામ સરકારી, સરકારી સહાયિત અને બિન-સહાયિત ખાનગી શાળાઓના વડાઓને કોઈ શંકા હોય તો સ્થાનિક પોલીસ અને મહેસૂલ સત્તાધિકારીને જાણ કરવા માટે નિર્દેશિત કરવા જોઈએ."

   તાજેતરમાં MCDએ પણ આ અંગે આદેશ જારી કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'શિક્ષણ વિભાગને મ્યુનિસિપલ શાળાઓમાં પ્રવેશ આપતી વખતે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સને ઓળખવા માટે વિશેષ પગલાં લેવા વિનંતી કરવામાં આવે છે.' આદેશમાં તમામ પ્રાદેશિક અધિકારીઓને 'બાંગ્લાદેશથી ગેરકાયદેસર વસાહતીઓ દ્વારા કરાયેલા અતિક્રમણને દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવા' નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો.

(11:14 PM IST)