તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th December 2024
ભયંકર અકસ્માતઃ કાર પર ટ્રક પડતા 6 લોકોના દર્દનાક મોત :હવે ડ્રાઈવરનું નિવેદન સામે આવ્યું
બેંગલુરુમાં એક હ્રદય હચમચાવી દેનારો અકસ્માત થયો છે. વોલ્વો કાર પર ટ્રક પડતાં કંપનીના સીઈઓ સહિત 6 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. શહેરના નેલમંગલા વિસ્તારમાં વોલ્વો કાર પર કન્ટેનર ટ્રક પલટી જતાં છ લોકોના મોત થયા છે. કારમાં એક ટેક કંપનીના સીઈઓ હતા જેઓ તેમના પરિવાર સાથે વિજયપુરા જઈ રહ્યા હતા.
મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં તમામ 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતને કારણે ટ્રાફિક પણ ધીમો પડી ગયો હતો. ટ્રાફિક પોલીસે જણાવ્યું કે કેન્ટર અને કાર વચ્ચે અથડામણને કારણે બેંગલુરુ-તુમકુર નેશનલ હાઈવે પર ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહ્યો હતો. શનિવારે થયેલા આ અકસ્માત અંગે ઘટનામાં સામેલ ટ્રકના ડ્રાઈવરનું નિવેદન પણ સામે આવ્યું છે
એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે ટ્રક કાર પર પડી હતી જેના કારણે કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને તેમાં બેઠેલા લોકોના મૃતદેહો ખરાબ રીતે વિકૃત થઈ ગયા હતા. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ દુર્ઘટના બેંગલુરુના બહારના વિસ્તાર તાલેકેરે નજીક નેલમંગલામાં થઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ ચંદ્રયાગપ્પા ગોલ (48), ગૌરાબાઈ (42), વિજયાલક્ષ્મી (36), જોન (16), દીક્ષા (12) અને આર્ય (6) તરીકે થઈ છે.
આ ભયાનક અકસ્માત સર્જનાર ટ્રકના ડ્રાઈવરનું નિવેદન પણ સામે આવ્યું છે. ઝારખંડના એક ટ્રક ડ્રાઈવર આરીફે કહ્યું, “મારા ટ્રકની આગળ એક કાર હતી અને કાર ચાલકે અચાનક બ્રેક લગાવી દીધી જેના કારણે મેં મારા વાહન પરનો કાબૂ ગુમાવ્યો. તે સમયે હું 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રક ચલાવી રહ્યો હતો. કાર બચાવવા મેં સ્ટિયરિંગ રસ્તાની જમણી બાજુના ડિવાઈડર તરફ વાળ્યું. પરંતુ પછી મેં બીજી કાર જોઈ અને ફરીથી મેં ટ્રકને ડાબી તરફ ફેરવ્યો. જેના કારણે ટ્રક પલટી જતાં ટ્રકમાં સ્ટીલનો સામાન ભરેલો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રક ડ્રાઈવરને ખ્યાલ નહોતો કે તેની ટ્રકની નીચે એક કાર દટાઈ ગઈ છે. ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ સ્તરના અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. અકસ્માતનું કારણ જાણવા ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહ્યા છે. (
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
