News of Wednesday, 25th December 2024
સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના યુવા અધ્યક્ષ જય શાહ
શ્રી હનુમાનજી મહારાજની મહાપ્રતાપી ગદાની પ્રસાદીની નાડાછડી બંધાવી ગુરુદેવ શ્રી ગોપાળાનંદજી સ્વામીજીનીપ્રસાદીની લાકડી (ઈષ્ટીકા) ની નાડાછડી બંધાવી આશિષ લીધા

રાજકોટ તા.૨૫ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સૌથી યુવા અધ્યક્ષ શ્રી જયભાઈ શાહ મંગળવારે સાળંગપુરધામ હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવ્યા ભાવથી શ્રીહનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી તથા શ્રી હનુમાનજી મહારાજની મહાપ્રતાપી ગદાની પ્રસાદીની નાડાછડી બંધાવી ગુરુદેવ શ્રી ગોપાળાનંદજી સ્વામીજીની પ્રસાદીની લાકડી (ઈષ્ટીકા) ની નાડાછડી બંધાવી આશિષ લીધા તથા પૂજનીય શ્રી નૌતમસ્વામીજીના તથા પૂ.બાપુસ્વામીજી તથા કોઠારીશ્રી પૂ . વિવેકસ્વામીજી અને પૂજય શા.હરિપ્રકાશદાસજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.સાથે હિતેશભાઈ બારોટ તથા હરિભક્ત શ્રી ઈશ્વરભાઈ ધોળકીયા ઉપસ્થિત રહ્યા હતા.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
