News of Wednesday, 25th December 2024
અરે વાહ...વડાપ્રધાન કેથોલિક બિશપ્સ દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં સામેલ થયા : પૂજા-પ્રાર્થના કરી : ખ્રિસ્તી સમુદાયને મળ્યા : બાળકો સાથે હળવા મુડમાં તસ્વીરો પડાવી

વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (ઘ્ગ્ઘ્ત્) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં હાજરી આપી હતી. કેથોલિક ચર્ચના મુખ્યાલયમાં આયોજિત આવા કાર્યક્રમમાં હાજરી આપનારા મોદી દેશના પહેલા વડાપ્રધાન છે. વડા પ્રધાન મોદીએ અહીં કાર્ડિનલ્સ, બિશપ્સ અને ચર્ચના અગ્રણી નેતાઓ સહિત ખ્રિસ્તી સમુદાયના અગ્રણી લોકો સાથે પણ વાતચીત કરી હતી.ખ્રિસ્તી સમુદાયના લોકોને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાને કહ્યું કે થોડા દિવસો પહેલા તેઓ કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયનના નિવાસસ્થાને આયોજિત ક્રિસમસ સમારોહમાં હાજર રહ્યા હતા અને આજે તેઓ ઘ્ગ્ઘ્ત્ના આ કાર્યક્રમમાં ભાગ લઈને ગર્વ અનુભવે છે. આ પ્રસંગ ખાસ છે કારણ કે તે ઘ્ગ્ઘ્ત્ની ૮૦મી વર્ષગાંઠ છે.(
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
