News of Wednesday, 25th December 2024
ન ગોવા ન શિમલા ન મુંબઇ... આ વર્ષે સૌથી વધુ બુકિંગ પૂરી - વારાણસી - હરિદ્વારા માટે થયા : OYO રિપોર્ટ
આ વર્ષે ધાર્મિક સ્થળે સૌથી વધુ ગયા લોકો શહેરોમાં હૈદ્રાબાદ માટે સૌથી વધુ બુકિંગ થયા

નવી દિલ્હી, તા.૨૫: વર્ષ ૨૦૨૪ હવે પૂર્ણતા આરે છે. આ દરમિયાન વર્ષભરમાં લોકોએ ખૂબ પ્રવાસ કર્યાં છે. ઓયોના મંગળવારે જાહેર થયેલા એક રિપોર્ટમાં વર્ષ દરમિયાન સૌથી વધુ ઓયો બુકિંગ કરનાર શહેરોની યાદી સામે આવી છે. ટ્રેવલપીડિયા ૨૦૨૪ રિપોર્ટમાં મુસાફરીની રીતભાત અને ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર આ વર્ષે પુરી, વારાણસી અને હરિદ્વાર સૌથી વધુ પ્રવાસ કરવામાં આવેલા આધ્યાત્મિક સ્થળોના નામ આવે છે. જ્યારે હૈદરાબાદ માટે સૌથી વધુ બુકિંગ થયા છે. આ તારણ વર્ષ દરમિયાન ઓયોના પ્લેટફોર્મ પર બુકિંગ સંબંધિત આંકડાઓ પર આધારિત છે.
રિપોર્ટ અનુસાર ભારતમાં આ વર્ષે ધાર્મિક પ્રવાસન સ્થળો પર વધુ જોર રહ્યું. જે ધાર્મિક શહેરોમાં સૌથી વધુ બુકિંગ થયા તેમાં પુરી, વારાણસી અને હરિદ્વાર શહેરોના નામ સૌથી ઉપર છે. તે સિવાય દેવઘર, પલાની અને ગોવર્ધનમાં પણ વધારો જોવા મળ્યો. ઓયો રિપોર્ટ અનુસાર હૈદરાબાદ, બેંગલુરુ, દિલ્હી અને કોલકાતા જેવા શહેર પણ બુકિંગમાં ટોચ પર રહ્યાં. તે સિવાય ઉત્તર પ્રદેશે પ્રવાસ માટે સૌથી લોકપ્રિય રાજ્ય તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. મહારાષ્ટ્ર, તેલંગાણા અને કર્ણાટક પણ મુસાફરીની દ્રષ્ટિએ મોટું યોગદાન આપ્યું છે. પટના, રાજમુંદરી અને હુબલી જેવા નાના શહેરોમાં પણ વાર્ષિક ૪૮ ટકા સુધીનો વધારો નોંધવામાં આવ્યો છે.
ઓયોએ કહ્યું, ‘આ વર્ષે વેકેશન દરમિયાન પર્યટનમાં પણ ઉછાળો જોવા મળ્યો. જયપુર પર્યટકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તે સિવાય ગોવા, પોંડિચેરી અને મૈસૂર જેવા શહેરો પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. મુંબઈમાં બુકિંગમાં ઘટાડો જોવા મળ્યો હતો.' ઓયોના મુખ્ય અધિકારી શ્રીરંગ ગોડબોલોએ કહ્યું, ‘વૈશ્વિક યાત્રા ૨૦૨૪ વૈશ્વિક ટ્રાવેલ લેન્ડસ્કેપમાં પરિવર્તનનું વર્ષ રહ્યું છે. અમે જોયું છે કે યાત્રીઓ કેવી રીતે સુગમતા અને અનુકૂલનક્ષમતાને અપનાવે છે.'
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
