<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

દિલ્‍હીમાં ગાઢ ધુમ્‍મસ : એરપોર્ટ પર મુસાફરો માટે એડવાઈઝરી જાહેર : અનેક વિસ્‍તારોમાં AQI ૩૫૦ને પાર

ફ્‌લાઈટ પર અસર : વાયુ પ્રદૂષણને કારણે વિઝિબિલિટી પણ શૂન્‍ય : રેલવેને અસર

નવી દિલ્‍હી, તા.૨૫: દિલ્‍હી સહિત એનસીઆરના શહેરોમાં ગાઢ ધુમ્‍મસનું સ્‍તર છે. તેની અસર રસ્‍તાઓથી લઈને એરવેઝ સુધીની દરેક વસ્‍તુ પર પડી રહી છે. રાજધાનીના ઈન્‍દિરા ગાંધી ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર ગાઢ ધુમ્‍મસના કારણે ઘણી ફ્‌લાઈટ્‍સ પ્રભાવિત થઈ છે.ધુમ્‍મસના કારણે વિઝિબિલિટી શૂન્‍ય થવાના કારણે રેલ્‍વે પર પણ અસર જોવા મળી છે.

દિલ્‍હી એરપોર્ટે આ અંગે એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરી અનુસાર, જે ફ્‌લાઈટ્‍સ CAT III અનુરૂપ નથી તે પ્રભાવિત થઈ શકે છે અને મુસાફરોને ફ્‌લાઇટની માહિતી માટે એરલાઈનનો સંપર્ક કરવા વિનંતી કરવામા આવી છે.  CAT III અનુપાલનનો અર્થ એ છે કે એરક્રાફ્‌ટ અથવા એરપોર્ટ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ લેન્‍ડિંગ સિસ્‍ટમથી સજ્જ છે જે ફ્‌લાઇટને ઓછી દૃશ્‍યતાની સ્‍થિતિમાં ઉતરાણ કરવાની મંજૂરી આપે છે.

દિલ્‍હીમાં વરસાદને પગલે હવાની ગુણવત્તામાં સુધારો નોંધાયા બાદ ગ્રેડેડ રિસ્‍પોન્‍સ એક્‍શન GRAP) ના તબક્કા ત્‍સ્‍ હેઠળ દિલ્‍હી અને ફઘ્‍ય્‍માં કેટલાક નિયંત્રણો હટાવવામાં આવ્‍યા હતા. સરેરાશ એર ઈન્‍ડેક્‍સ (AQI) ૩૬૯ નોંધાયો હતો, જે ‘ખૂબ જ નબળી' શ્રેણીમાં આવે છે. આગામી દિવસોમાં વધુ સુધારાની અપેક્ષા છે.

સેન્‍ટ્રલ પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, આજે સવારે ૭ વાગ્‍યે દિલ્‍હીના ઘણા વિસ્‍તારોમાં એર ઈન્‍ડેક્‍સ ખૂબ જ નબળી શ્રેણીમાં છે. AQI આનંદ વિહારમાં ૩૬૩, અલીપુરમાં ૩૨૯, અશોક વિહારમાં ૩૭૨, દ્વારકા સેક્‍ટર-૮માં ૩૭૪ અને જહાંગીરપુરીમાં ૩૭૫ નોંધાયો હતો. આજે દિલ્‍હીમાં લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર આગામી દિવસોમાં ગાઢ ધુમ્‍મસની શકયતા છે.

ગઈ કાલે વરસાદને કારણે દિલ્‍હી-NCRમાં ઠંડીમાં વધુ વધારો થયો છે. ઠંડા પવનના કારણે લોકો ધ્રૂજી ઉઠ્‍યા હતા. હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર બે દિવસ મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. તેનાથી લોકોને ઠંડીથી પણ થોડી રાહત મળશે. બુધવારે મહત્તમ તાપમાન ૨૩ ડિગ્રી સેલ્‍સિયસ અને લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સેલ્‍સિયસ રહેવાની ધારણા છે.

(11:25 AM IST)