News of Wednesday, 25th December 2024
‘ચિલ્લાઇ કલાન' એડવેન્ચર એટલે કેશર કાવો સમોવારી કાશ્મીરી સ્વાદિષ્ટ વ્યંજન, નમકીન ચા સાથે હુકકા-પાણી

પહેલગાંવથી ચંદનવાડી જતા રસ્તામાં પહાડી ઉપર લીડર નદી કિનારે આવેલ બેતાબવેલીમાં માઈનસ અગિયાર ડિગ્રી હોવા છતા બરફના ઢગલાઓ વચ્ચે કુદરતને માણી રહેલ અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા
ઐતિહાસીક લાલચોકની વાણીજ્યક ગલીકચીમાં જઈ અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા સ્થાનિક કાશ્મીરીના લાઈવ ઇન્ટરવ્ય લેવા ગયા ત્યારે સ્થાનિક કાશ્મીરીઓએ ભાવપૂર્વક આવકાર આપી હોશે હોશે ઇન્ટરવ્ય આપતા જણાવેલ કે કાશ્મીર પધારના લોકો અમારા મહેમાનો છે અને તેમની મહેમાનનવાઝી કરવી તે અમારી પવિત્ર ફરજ છે, કાશ્મીરમાં મોડી રાત્રી સુધી બહેનો પણ સલામત સહેલગાહ કરી શકે છે.
વધુમાં સ્થાનિક વેપારીઓએ જણાવેલ કે કાશ્મીરના દુરદરાજ સીમાવર્તીક ક્ષેત્રમાં આતંક હુમલાઓ થતા હોય છે. ટુરીસ્ટ પોઈન્ટ ઉપર પ્રવાસીઓ ઉપર સીધા હુમલા થવાનું પ્રમાણ એક ટકા કરતા પણ ઓછું છે તે નોંધનીય બાબત હોવા છતા સમસ્ત કાશ્મીર ખીણ આંતકના ઓછાયા હેઠળ હોવાના સમાચાર પ્રદર્શિત થાય છે તે ખેદજનક છે.
દેશના વિવિધ પ્રાંતમાંથી કાશ્મીરમાં ફરવા આવેલ પ્રવાસીઓને પૂછતા તેઓએ પણ જણાવેલ કે અમો અહીંયા કોઈપણ જાતના ડર વગર મોડી રાત્રી સુધી હરીએ ફરીએ છીએ, કાશ્મીરીઓએ માન સન્માન સાથે કરેલ મહેમાનનવાઝી અ કયારેય વિસરી શકીએ તેમ નથી.
શ્રી લાલચોક મુકામે લાઈવ સમાચાર પુરા કર્યા અગાઉ જ હળવી હિમવર્ષા (તાોફોલ) ચાલુ થઈ ગયેલ તે મુઘલ ગાર્ડન સુધી પહોંચતા જ ભારે હિમવર્ષામાં પરિવર્તીત થતા અમો રોમાંચીત થઈ ડૉલસરોવર કિનારે હિમવર્ષા માણવા કારને ઉભી રાખી બહાર નીકળ્યા.
ખળખળતા, ઉછળતા, કુદતા ડાલસરોવરના પાણી ‘ચિલ્લાઈ કલાન'ની તીવ્ર ઠંડીના આક્રમણથી ઠરીને થીજી ગયા હતા, તેની ઉપર હિમવર્ષા થતા આખું સરોવર સફેદ ચાદરમાં લપેટાઈ ગયું.
ભારોભાર ઉભરાતી આંતરીક ઊર્જા અને ખુશી વચ્ચે ડાલસરોવર કિનારે ધરાઈ ધરાઈને હિમવર્ષા માણવાનો આનંદ કયારેય વિસરી શકાશે નહી.
ચોથા દિવસે સવારે સોનમર્ગ તરફ જવા નેશનલ હાઈવે નંબર એક ઉપર રવાના થયા ત્યારે સામાન્ય રીતે ટ્રાફિકથી વ્યસ્ત રહેતો આ રસ્તો ‘ચિલ્લાઈ કલાન'ને કારણે સુમશાન ભાવતો હતો.
રસ્તાની બંને બાજુ બરફના ખડકાયેલા ઢગલા વચ્ચે કાશ્મીરી કિશોરો ક્રિકેટની મજા માણી રહ્યા હતા. આ અદભુત દ્રશ્ય જોઈને કિરીટભાઈ આ અલૌકિક નૈસર્ગીક વાતાવરણમાં ક્રિકેટ માણવા માટે ઈચ્છુક થતા કાર પાછી વાળીને કાશ્મીરી કિશોરો સાથે ક્રિકેટની મોજ માણી હતી.
ક્રિકેટની મોજ માણતા માણતા કારમીરી કિચોરો સાથે આત્મીયતાનો નાતો કેળવતા તેમની સાથે ગીતસંગીત, નાચગાન, રમતગમ્મત કરી તેમની સાથે વૈચારીક આદાન પ્રદાન કરી રહ્યા હતા ત્યારે કાશ્મીરી કિશોરોએ પોતાની વેદના ઠાલવતા કહ્યું હતું કે અમારે હાથમાં પથ્થરો નથી જોઈતા કામ જોઈએ છે, અમોને કામ મળવું જોઈએ.
કાશ્મીરી કિશોરી સાથે આત્મીયતા પૂર્વક સમય વીતાવી તેમનામાં પાંગરેલ શક્તિઓનો અંદાજ મેળવી કિરીટભાઈએ એટલેજ કણ કે જો આ બાળકોને હાથમાં રોજીરોટી આપવામાં આવે તો આ જ હાથ પત્થરો મુકીને કાશ્મીરની દિશા અને દશા ચોકકસ બદલાવી શકે તેમ છે.
એકદમ નિર્દોષ કાશ્મીરી કિશોરોએ અમોને જે ઉમળકાથી આવકાર આપીને અમારી સાથે રમત ગમ્મત કરી છે તે ક્ષણ અમારા જીવનમાં ચીરંજીવી રહેશે.
સિંધુવેલી
સિંધુ નદી કિનારે પહાડ ઉપરના સર્પાકાર રસ્તા ઉપર આગળ વધી રહ્યા હતા ત્યારે સમાચારને લાઈવ કરવા માટે સિંધુ નદી કિનારે આવેલ એક રમણીય ટેકરી ઉપર ગોઠણયુડ ભરફથી છવાયેલ ફાર્મ હાઉસ પહોંચ્યા ત્યારે નીચે નજર કરતા સ્વર્ગને પણ ભુલાવે તેવું અલૌકીક દ્રશ્ય હતું.
સામાન્ય રીતે સિંધુ નદી એક કિલોમીટર સુધી વાતાવરણને ગુંજવી નાખતી ખળખળ વહેતી ધમાશાન પ્રવાહથી પત્થરો સાથે અથડાતી અથડાતી પ્રચંડ અવાજ સાથે ધમાશાન રહેતી યૌવનવંતી સિંધુ નદી ‘ચિલ્લાઈ કલાનઁ'ના સમયમાં જાણે વિધવાનું સ્વરૂપ ધારણ કરી લીધું હોય તેમ હિમ નદીમાં રૂપાંતર થઈ શાંત ચીતે ધ્યાનમગ્ન અવસ્થામાં ભાસતી હતી.
સિંધુ નદીની ચોતરફ આવેલ બરફાચ્છાદીત પહાડીઓ સિંધુ નદીના સૌંદેય ને વધુ નિખારી રહી હતી.
બેરીનાગ
જેવી રીતે હિન્દુ ધર્મની આસ્થા ગંગાના ઉદ્ભવ સ્થાન ગંગોત્રીનું જેટલું અને જેવું મહત્વ છે તેટલું જ અને તેવું મહત્વ કાશ્મીરીઓમાં જેલમ નદીના ઉદ્ભવ સ્થાન વેરીનાગનું છે કારણકે જેલમ નદી કાશ્મીરીઓની જીવાદોરી અને કામધેનુ છે.
‘ચિલ્લાઈ કલાન' ના દિવસોમાં કાશ્મીરી ખીશના સરોવરો, હિમશીખરો થીજી ગયેલ હોય ત્યારે ભુમીમાંથી નીકળતા જળા / ધરા કે જેને કારમીરીઓ નાગ તરીકે ઓળખે છે તેનાથી નદીઓના વહેણ વહેતા હોય છે.
કારમીર ખીણમાં અનંત ઝરા / ધરા એટલેકે નાગ આવેલા હોવાથી ઘણા સ્થળોના નામ નાગ ઉપરથી પડેલ છે જેમ કે વેરીનાગ, કોકરનાગ, શેષનાગ, અનંતનાગ.
‘ચિલ્લાઈ કલાન' ના દિવસોમાં મિનીટમાં કરોડો ગેલન મીનરલ વોટર ભુમીમાંથી ઝરા સ્વરૂપે બહાર આવી કાશ્મીરીઓની તળષ્ણા માટે અને ખેતીની પીયતને તળપ્ત કરે છે.
આવા અનંતનાગ પૈકી વેરીનાગ એ જેલમ નદીનું ઉદાભવ સ્થાન હોવાથી અંતરયાલ વિસ્તારમાં આવેલ હોવા છતા તીવ્ર ઠંડીમાં પણ ત્યા જવાને બદલે વેરીનાગ જવા માટેનો મોહ ટાળી શકયા નહી.
પચાસ ફુટ વ્યાસવાળા ગોળાકાર ઝરાને મુઘલ સ્થાપત્ય શૈલીથી બાંધવામાં આવેલ વેરીનાગની ભૂમીમાંથી નીકળતું ખડકીય તત્વો વાળું ઠંડુ પાણી કાતિલ ઠંડીમાં પીધા બાદ પણ તાજગી અનુભવ્યાનો અહેસાસ થયો હતો.
અમો વેરીનાગની ફોટોગ્રાફી કરી રહ્યા હતા ત્યારેજ જોરદાર હિમવર્ષા થતા ફોટોગ્રાફી અધુરી છોડી હિમવર્ષાનો આનંદ લેવા માટે ખુલ્લા આસમાન નીચે ઉભા રહી હિમવર્ષાને માણતા માણતા બહાર નીકળતાજ કાશ્મીરી ધાબા ઉપર મરજી મુજબની કાઠીયાવાડી ચા સાથે કારમીરી તંદુરી બનનો નાસ્તો કરી તાજગી અનુભવી.
બેતાબવેલી
કાશ્મીર ખીણમાં આવેલ ટુરીસ્ટ પોઈન્ટ બેતાબવેલી કુદરતની માનવને બક્ષવામાં આવેલ અનમોલ ભેટ છે.
સાંજના પાંચ વાગ્યે પહેલગાંવથી સ્થાનીક વાહનમાં બેતાબવેલી જવા માટે નીકળ્યા ત્યારે ‘ચિલ્લાઈ કલાન' ના કારણે પહેલગાંવની બજાર એકલદોકલ દુકાનો સીવાય સુમસામ ભાસતી હતી.
પહેલગાંવથી આઠ કિલોમીટર પહાડી ઉપર કપર ચઢાણ કરીને આવેલ બૈતાલવેલીના રસ્તા ઉપર બંને બાજુ બરફના દંગલાઓ વચ્ચે સ્વીર્ટઝરલેન્ડના કુદરતી સૌંદર્યને પણ ઝાંખુ પાડે તેવું મનોચીત સૌંદર્ય માણતા માણતા જઈ રહ્યા હતા ત્યારે સ્વર્ગમાં મહાલતા હોવાનો અહેસાસ થયેલ.
લીડર નદી કિનારે ચારે બાજુની બરફાચ્છાદીત પહાડીઓ વચ્ચે આવેલ લીડર નદી ‘ચિલ્લાઈ કલાન' ના કારણે હિમ નદીમાં પરિવર્તીત થઈ નદીની ચારે બાજુ ચારચાર ફુટ બરફના થર વચ્ચે માઈનસ અગીયાર ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાતા ઠુંઠવાતા પણ સૌંદર્યને માણવાની મજા જીંદગીભર યાદ રહેશે.
વિશ્વ પ્રવાસી તરીકે સ્વીર્ટઝરલેન્ડ, સ્કોટલેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રીયા, આલાસ્કા, નેપાળ, ટીપેટ સહિત વિશ્વના ટોચના અનેક હિમશીખરો માણવાનો મોકો મળ્યો છે તે અનુભવ ઉપરથી એટલું ચોકકસ કહી શકુ કે હિમાલય તેમા પણ કાશ્મીરી અંશનો હિમાલયમાં કુદરતે અફાટ સૌંદર્યને મન મુકીને ઠાંસી ઠાંસીને છલો?લ મરેલ છે, આ કાશ્મીરના કુદરતી સૌંદર્યની તોલે વિશ્વનું કોઈપણ કુદરતી સૌંદર્યને મુલવી શકાય નહી, કાશ્મીરનું કુદરતી સૌંદર્ય અજોડ અને અનમોલ છે એટલે જ કહા છે કે
અગર ફીરઠોસ રૂએ જમી અસ્તો અભિઅસ્તો અમીઅસ્તો અભીઅસ્તો
એટલે કે પળથ્વી ઉપર જો કયાંય સ્વર્ગ હોય તો તે અહીંયાજ છે. અહીયાજ છે.. અને અહીંયાજ છે.
‘ચિલ્લાઈ કલાન' ની ઠંડીનો અહેસાસ કરવા માટે ગરમ કપડાને ત્યજવા અનીવાર્ય હોવા છતા કેટલીક કાળજીઓ રાખવી જોઈએ.
કારમીરના ત્રીસ વર્ષના રેકોર્ડ તોડતી ઠંડીમાં ‘ચિલ્લાઈ કલાન' માણવા માટે જતા પહેલા પૂર્વ તૈયારી રૂપે ઠંડીથી શરીરને કેળવવા માટે રાજકોટ થીજ અડથી બાયના સર્ટ / ટીશર્ટ પહેરીને પ્રવાસ કરતા શ્રીનગર પહોંચ્યા ત્યારે તાપમાન માઇનસ ચાર ડિગ્રીમાં હતું છતા શરીરને ઠંડી સાથે કેળવવામાં મુશ્કેલી પડી ન હતી.
..ક્રમશઃ (૪)

(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
