News of Wednesday, 25th December 2024
કોંગ્રેસ નું નવું સૂત્ર “જય બાપુ- જય ભીમ- જય સંવિધાન”
૨૬ ડિસેમ્બરે થનારી પાર્ટી કાર્યસમિતિની બેઠકને “નવ સત્યાગ્રહ” બેઠકનું નામ આપવામાં આવ્યું

નવીદિલ્હી: ગૃહ મંત્રી અમિત શાહના સંવિધાન નિર્માતા બાબા સાહેબ ડૉ. આંબેડકરના અપમાન ના મુદ્દા પર આંદોલનને તેજ કરવા માટે કોંગ્રેસે હવે “જય બાપુ- જય ભીમ- જય સંવિધાન” નું નવું સૂત્ર આપ્યું છે. સાથે-સાથે બેલગાવી (કર્ણાટક)માં ૨૬ ડિસેમ્બરે થનારી પાર્ટી કાર્યસમિતિની બેઠકને “નવ સત્યાગ્રહ” બેઠકનું નામ આપવામાં આવ્યું છે. આ બેઠક પછી ૨૭ ડિસેમ્બરે પાર્ટી બેલગાવીમા જ “જય બાપુ- જય ભીમ- જય સંવિધાન” રેલીનું આયોજન કર્યું છે.
આઝાદીના આંદોલન દરમિયાન કોંગ્રેસના બેલગામી અધિવેશન અને તેમાં મહાત્મા ગાંધીને અધ્યક્ષ તરીકે પસંદ કર્યાને ૧૦૦ વર્ષ પુરા થવા પર કોંગ્રેસ અહી પાર્ટી કાર્યસમિતિની બેઠક કરી રહી છે. મહાત્મા ગાંધીને બેલગાવી થી જ સત્યાગ્રહ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસે આ આધાર પર બેલગાવી બેઠકને “સત્યાગ્રહ બેઠક” નામ આપ્યું છે
. પાર્ટી કાર્ય સમિતિની બેઠક ગુરુવારે બપોરે ૨-૩૦ વાગે શરૂ થશે. જેમાં બે પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. જેમા કેન્દ્રની ભાજપ સરકારની નીતિયોને કારણે દેશ સમક્ષ ઉભા થઈ રહેલા પડકારો અને આર્થિક અસમાનતા, લોકતંત્રને નબળું કરવું અને સંવિધાનિક સંસ્થાઓ પર હુમલા જેવા મુદ્દાઓને સામેલ કરવામાં આવશે. બેઠકમાં પાર્ટીની ૨૦૨૫ ની કાર્યયોજનાની રૂપરેખા નક્કી થશે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
