News of Wednesday, 25th December 2024
મુંબઈ બાદ હવે ગોવામાં બોટ પલટી : પ્રવાસીઓ દરિયામાં ડૂબ્યા :એકનું મોત:20ને બચાવી લેવાયા
બોટના એન્જિનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી :પોલીસ અને રાહત ટુકડીએ 20 થી વધુ લોકોને બચાવી લીધા

ઉત્તર ગોવાના કાલાંગુટ બીચ પર બુધવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં એક પ્રવાસીનું મોત થયું છે. જ્યારે છ વર્ષના બાળક સહિત 20થી વધુ લોકોને બચાવી લેવાયા છે. ગોવા પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના બુધવારે બપોરે લગભગ 1.30 વાગ્યે થઈ હતી. અકસ્માતનું કારણ બોટના એન્જિનમાં ખામી હોવાનું કહેવાય છે. હાલ પોલીસ અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે
પોલીસના જણાવ્યા અનુસાર, તેણે લાઇવ સેવિંગ જેકેટ પહેર્યું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. હકીકતમાં, બોટમાં સવાર તમામ પ્રવાસીઓએ લાઈફ સેવિંગ જેકેટ પહેર્યા હતા. માત્ર બે મુસાફરો એવા હતા જેમણે લાઇવ સેવિંગ જેકેટ પહેર્યા ન હતા. ગોવા પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 54 વર્ષીય પ્રવાસીનું મોત થયું છે. લાઈફ સેવિંગ એજન્સી દૃષ્ટિ મરીનના પ્રવક્તા અનુસાર, આ દુર્ઘટના દરિયા કિનારાથી લગભગ 60 દૂર ઊંડા સમુદ્રમાં થઈ હતી. આ અકસ્માત બાદ તમામ મુસાફરો દરિયામાં પડી ગયા હતા.
સદનસીબે સમયસર અકસ્માતની જાણ થઈ હતી. આ પછી તરત જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને 20 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર બોટમાં સવાર તમામ લોકો પ્રવાસી હતા અને ગોવા ફરવા આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રના ખેડમાં રહેતો એક પરિવાર પણ સામેલ છે. આ બોટમાં આ પરિવારના 13 લોકો સવાર હતા. દ્રષ્ટિ મરીનના જણાવ્યા અનુસાર, અકસ્માતની માહિતી મળતાની સાથે જ 18 થી વધુ ઓન-ડ્યુટી લાઇફ સેવર્સ દરિયામાં ઉતારવામાં આવ્યા હતા.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
