<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

જાપાન એરલાઇન્‍સ પર મોટો સાયબર હુમલોઃ એરલાઇન્‍સની આખી સિસ્‍ટમ પડી ભાંગી

હાલ ડોમેસ્‍ટિક અને ઈન્‍ટરનેશનલ ફલાઈટની ટિકિટનું વેચાણ બંધ : સિસ્‍ટમને ઠીક કરવા માટે યુદ્ધના ધોરણે કામઃ જાપાન એરલાઇન્‍સ દેશની બીજી સૌથી મોટી એરલાઇન

નવી દીલ્‍હી, તા.૨૬: જાપાન એરલાઇન્‍સ પર મોટો સાયબર હુમલો થયો. સાયબર હુમલાખોરોએ હુમલો કરતા મોટી સંખ્‍યામાં ડોમેસ્‍ટિક અને ઈન્‍ટરનેશનલ ફલાઈટ્‍સને અસર થઈ છે. જણાવવામાં આવ્‍યું હતું કે હાલ માટે ટિકિટનું વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્‍યું છે. આ સાયબર હુમલો સ્‍થાનિક સમય અનુસાર સવારે ૮.૫૬ વાગ્‍યે થયો હતો. જેના કારણે એરલાઇન્‍સની આખી સિસ્‍ટમ પડી ભાંગી હતી.

એરલાઈન્‍સના પ્રવક્‍તાએ સાઈબર હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે સિસ્‍ટમને સુધારવા માટે દરેક શક્‍ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ ડોમેસ્‍ટિક અને ઈન્‍ટરનેશનલ ફલાઈટની ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્‍યું છે. એરલાઇન્‍સ મુસાફરોને થયેલી અસુવિધા બદલ દિલગીર છે. જાપાન એરલાઇન્‍સ દેશની બીજી સૌથી મોટી એરલાઇન છે.

એરલાઈન્‍સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, અમને સાયબર એટેકની જાણ થઈ છે. અમે સિસ્‍ટમને ઠીક કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છીએ. અમે પુનઃપ્રાપ્તિની સ્‍થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. હાલમાં સ્‍થાનિક અને આંતરરાષ્ટ્રીય સેવાઓને અસર થઈ રહી છે. આ અસુવિધા માટે અમે દિલગીર છીએ. જાપાની મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર,ᅠસાયબર એટેકના કારણે જાપાન એરલાઈન્‍સની નવ ડોમેસ્‍ટિક ફલાઈટ્‍સ મોડી પડી હોવાના અહેવાલ છે. આ સંખ્‍યા હજુ વધી શકે છે.

(10:58 AM IST)