<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

પ્રાકૃતિક ખેતી વધશે તો પાણી-પર્યાવરણની બચત થશે : આચાર્ય દેવવ્રતજી

સિદસરમાં વેણુ કાંઠે હજારો દિવડાઓ-મશાલની સહષાદિપ આરતીઃ ગંગા ઘાટ જેવા દૃશ્‍યો સર્જાયાઃ ઉમીયાધામ સિદસર મહોત્‍સવમાં રાજયપાલની ઉપસ્‍થિતીમાં કળષિ સંમેલન યોજાયું :વેણું નદીમાં લેસર શો દ્વારા માં ઉમીયા પ્રાગટયની ગાથા દર્શાવાઈ : હજારો પાટીદારો મહા આરતીમાં જોડાયા : યુવાનોએ આત્‍મ વિશ્વાસ વધારવા માટે અનુભવ વધારવો પડશે : ધીરજ અને આત્‍મવિશ્વાસ થકી સફળતા હાંસલ થાય : જય વસાવડા : અનુભવ થકી આત્‍મ વિશ્વાસ દ્વારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા યુવા સંમેલનમાં જય વસાવડાની હાકલઃ મહોત્‍સવમાં પ્રથમ દિવસે ૪૪ કરોડથી વધુ રકમનું દાન : ઉમીયા સમળધ્‍ધિ યોજના-૩ માં દાતાઓ વરસી પડયાઃ માનવજીવન ટકાવી રાખવા પ્રાકળતિક ખેતી જરૂરીઃ પરસોતમભાઈ રૂપાલા : ખેતી સાથે જોડાયેલા પાટીદાર સમાજે કૃષિ ક્ષેત્રે અનેક ક્રાંતિઓ સર્જી છે : રાઘવજીભાઇ પટેલ

સિદસરમાં આયોજીત શ્રી સવા શતાબ્‍દી મહોત્‍સવમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, પરસોતમભાઇ રૂપાલા, રાઘવજીભાઇ પટેલ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ર૬ :  ં વેણુ નદીના કાંઠે વસેલા સિદસર ખાતે પંચદિવસીય શ્રી૧ા શતાબ્‍દી મહોત્‍સવમ ઉમાયા માતાજી મંદિર સિહસર ડ્રારા અમલી બનાવાયેલ ઉમીયા સમળધ્‍ધી યોજના-૩ અંતર્ગત ગઇકાલે પ્રથમ દિવસે ૪૪ કરોડ થી વધુના દાનની જાહેરાત દાતાઓ દ્વારા કરવામાં આવી છે. વેણુ નદીના કાંઠે સાંજે યોજાયેલી સહષાહિપ આરતીમાં પાટીદારોએ હજારો દિવડા- મસાલ સાથે જોડાયા હતા. લેસર યો માં વેણુ નદીમાં ખાસ ઉભા કરવામાં આવેલ પ્રતિબીબ ડ્રારા મા ઉમીયાના પ્રાગટયની ગાથા દર્શાવવામાં આવેલ હતી. આજે કળષિ સંમેલનમાં ઉપસ્‍થિત રાજયપાલ દેવવ્રત આયાર્યજીએ પાકળતિક ખેતી વિશે માર્ગદર્શન આપ્‍યુ.

પાટીદારોના કુળદેવી માં ઉમીયા ના સાનિધ્‍યમાં ગઈકાલે વેણુ નદીના કાંઠે યોજાયેલ સહષાદિપ મહા આરતીમાં હજારો દિવડા મક્ષાલના સથવારે રંગારંગ હયો સર્જાયા હતા. માં ઉમીયાના મંદિર સામે વેણુ નદીમાં લેસર થો ડ્રારા માં ઉમીયાની ગાથા દર્શાવવામાં આવી હતી. ગંગા કિનારે થતી આરતીની માફક યોજાયેલ મહા આરતીમાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો. પાટીદારોએ ભાવપૂર્વક ભાગ લઈ મહાઆરતી કરી હતી. માં ઉમીયાની આરાધના થકી સરસ્‍વતીના સાધના ના સુત્ર સાથે યોજાયેલ શ્રી ૧& ક્ષતાબ્‍દી મહોત્‍સવમાં સૌરાષટ્રભરના પાટીદારો ભાગ લઈ રહયા છે. ઉમીયા માતાજી મંદિર સિદસર ડ્રારા અમલી ઉમીયા સમળધ્‍ધિ યોજના-૩ અંતર્ગત રૂા.૪૦૦ કરોડના સામાજિક વિકાસ કાર્ય માટે ગઇકાલે મહોત્‍સવના પ્રથમ દિવસે દાતાઓએ રૂા.૪૪ કરોડના દાતાની જાહેરાત થઈ હતી. પાટીદાર ઠાતાઓ વરસી પડયા હતા.

શ્રી પરસોતમ રૂપાલાએ પાટીદારોના કળષિ જીવન અંગે પ્રકાશ પાડતા જણાવ્‍યું હતુ કે, જુના જમાનામાં ખેડૂતો સંતોષી હતા અને પશુપાલન સાથે જોડાયેલ હતા. આઝાદી સમયે ભારતમાં ઘઉં આયાત કરવા પડતા હતા. પરંતુ હવે ખેડૂતોના પરસેવાના પરિણામે ભારતની ૧૪૦ કરોડની પ્રજા ઉપરાંત અન્‍ય ૩૦ જેટલા દેશમાં ઘઉં નિકાસ થઈ રહયો છે. એવી રીતે કપાસ, મગફળી, સહીતના ઉત્‍પાદનમાં વધારો થયો છે. નર્મદા યોજના થકી સુરેન્‍દૂનગર કટચ્‍છના ખેડૂતોને લાભ થયો. ખેતી કરતા કણબી હવે ના સમયે ઉદ્યોગ તરફ વળ્‍યા છે. માનવ જીવન ટકાવી રાખવા માટે જરૂરી અનાજ સહિતના ઉત્‍પાદનો માટે ખેતી જરૂરી છે. ત્‍યારે પાટીદારો આધુનિક અને પ્રાકળતિક ખેતી તરફ નમુનારૂપ કાર્યમાં કામગીરી કરે તેવી અપીલ કરી હતી.

મહોત્‍સવના બીજા દિવસે કળષિ સંમેલનમાં રાજયના કળષિ મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલએ જણાવ્‍યું હતું કે ખેતી સાથે જોડાયેલ પાટીદાર સમાજે કળષિ ક્ષેત્ર અનેક કાંતીઓ સર્જી છે. પરંતુ જંતુનાશક દવા, રાસાયીઁણક ખાતરના ઉપયોગ થી ખેતીની જમીન બિન ઉપજાવ બની છે. ત્‍યારે શાકભાજી, અનાજ, ફળોના ઉત્‍પાદન માટે દવાઓ રાસાયણીક ખાતરના ઉપયોગના બદલે પ્રાકળતિક ખેતી કરી પર્યાવરણ અને ખેતી બયાવવા ખેડૂતોને આહવાન કર્યું હતું. કળષિ સંમેલનમાં મહોત્‍સવના પ્રમુખશ્રી મૌલેશભાઈ ઉકાણીએ ઉમિયા માતાજી મંદિર સિકસરની ઉમીયા સમળધ્‍ધિ યોજના-૩ માં પાટીદાર સમાજના દિલેર દાતાઓના સહયોગથી સામાજિક વિકાસના ભગીરસ્‍થ કાર્ય થશે. પંચદિવસીય મહોત્‍સવની ૧૦૨ જેટલી સમિતીમાં દિવસ-રાત ફરજ બજાવી મહોત્‍સવને યાર ચાંદ લગાવી દેનાર ૬૫૦૦ થી વધુ સ્‍વયંસેવકોની સેવાને બિરદાવી હતી.

રાજયના મહામહીમ રાજયપાલ આયાર્ય દેવવ્રતજીએ કળષિ સંમેલનમાં જણાવ્‍યું હતુ કે વિદ્યા સરસ્‍વતી,વિરતા માટે દુર્ગા, જીવન ઉત્‍કર્ષ માટે લક્ષમી અને ધર્મ માટે જગતજનની માં ઉમીયા સહીત માતળશિકતની ઉપાસના કરવામાં આવે છે. પાટીદાર સમાજે શ્રી ૧& સતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી સાથે શિક્ષણધામ સહીત સમાજ ઉપયોગી કાર્યના સંકલ્‍પો નવી પેઢી માટે શિક્ષણ ઉન્નતિ અને પ્રગતીના ડ્રાર ખોલશે. વ્‍યસન મુકત સમાજના નિમાર્ણ સહીત પ્રકોલ્‍પો શિક્ષીત પાટીદાર સમાજનું નવ નિમાર્ણ કરશ. જીવનમાં ધર્મ જોડાણ સારા કર્મમાં નિમીત બનશે. તેમણે સારા ખરાબ કર્મની વાત દૂષટાંત સાથે સમજાવી હતી. આજ વિશ્વમાં ધાર્મિક સ્‍થાનો વધ્‍યા છે. છતાં માનવ જીવનમાં પસન્નતા નો અભાવ જુવા મળે છે. ત્‍યારે આવા મહોત્‍સવ થકી સમાજમાં લોક કલ્‍યાણના કાર્યો થશે. અને રાષ્‍ટ્ર નિમાર્ણમાં સહયોગી બનશે. શ્રી દેવવ્રતજીએ ૪૦૦ કરોડની ઉમીયા સમળધ્‍ધી યોજના-૩ ને બીરદાવતા કહયુ હતુ કે શિક્ષણનું દાન એ શ્રેષ્‍ઠ દાન છે. ઝેર મુકત અને પ્રાકળતિક ખેતી ની હિમાયત કરતા તેમણે વધુ ઉત્‍પાદન માટે યુરીયા, જંતુનાશક દવાના વપરાશથી ફળદ્રુપ જમીન અને અળસીયા નાશ પામી રહયા છે. પરિણામે ભાત, ઘઉં જેવા અનાજોમાં ૬૫ ટકા પોષક તત્‍વો નાથ પામી રહયા નું વૈજ્ઞાનિક શોધમાં સાબીત થતું છે. જે માનવ જીવન માટે વિનાશક છે. ધરતી પર પ્રાકળતિક ખેતી વધશે તો પાણી અને પર્યાવરણી બયત થશે. પરિણામે પ્રાકળતિક ખેતીનું અને પાકળતિક આહારનું યલણ વધારવું જોઈએ. પ્રાકળતિક આહારનું યલણ વઘશે તો જ ઉત્‍પાદનમાં વધારો થશે.

 યુવા સંમેલન

શ્રી ૧& શતાબ્‍દી મહોત્‍સવના પ્રથમ દિવસે બપોર બાદ ત્રણ કલાકે યોજાયેલા યુવા સંમેલનમાં અધ્‍યક્ષ સ્‍થાને રાજકોટના ઉદ્યોગપતી યીરાગભાઈ પાણે પાટીદાર યુવાનોને પરિવાર કુટુંબની ઓળખાણ મોટી કરવા જણાવયું હતું તેમજ દરરોજ પરિવાર જનોએ સાથે બેસી ગુરૂ સભા કરવી જોઇએ. યુવાનોને ઉદ્યોગ ધંધા માટે પ્‍લેટ ફોર્મ દિક્ષા આપવા કાર્ય થવું જોઈએ તેવી નેમ વ્‍યકત કરી. યુવા સંમેલનમાં સુપ્રસીધ્‍ધ લેખક તથા મોટીવેશનલ સ્‍પીકર જય વસાવડાએ યુવાનોને સંબોધતા જણાવ્‍યું હતું કે, યુવાઓએ જીંદગીની જંગ જીતવી હોય તો જાતે જ તરવું પડશે. હસતા મોઢે પડકારોને જીલવા તથા પ્રહાર કરવાની ક્ષમતા કેળવવી પડશે. જગતમાં હાર જેવી યીજ નથી કાંતો સીખવા મળશે કાંતો જીતવા મળો. યુવાનોએ આત્‍મ વિશ્વાસ વધારવા માટે અનુભવ વધારવો પડશે. ધીરજ અને આત્‍મ વિશ્વાસ થકી સફળતા હાસલ થાય છે. તેમણે કળષણ, હનુમાનજી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોના દૃષ્ટાંત આપી સંમેલનને પેરણા આપી હતી. આ સંમેલનમાં અતિથી વિશેષ તરીકે આઈઆઈટી મુંબઈના રાજ ગોઠી, સમગ્ર ભારતમાં આઈ.આઈ.ટી ગર્લ્‍સમાં બ્રિજા ધર્મેશ પટેલ, યુવા ઉદ્યોગપતિઓ નિધેય પાણ, મનોજ વરમોરા, અંકુર ભાલોડીયા, પરેશ હાંસલીયા, સાગર ગોવાણી, નિલેક્ષ ઘેટીયા, લવ ઉકાણી, સમીર હાંસલ, વિરલ ઠોટીયા, રીષી કણસાગરા, રાહુલ ગોવાણી, જયેશ કૈલા, આહિત્‍ય પટેલ, જયસુખ લિખીયા, ડો. મેહુલ બરાસરા, બ્રિજેશ કાલરીયા, રાજ સાપરીયા, જયેશ જાવીયા, સુખદેવ ફળઠુ, ઉપસ્‍થિત રહયા હતા. ઉમીયાધામના ટ્રસ્‍ટી હર્ષિતભાઈ કાવરએ સ્‍વાગત પ્રવચન આપેલ હતુ.

 સિદસર ખાતે તા. ર૬ ને ગુરૂવારના રોજ સવારે ૯ કલાકે યોજાનાર કળષિ સંમેલનમાં સમારોહના અધ્‍યક્ષ તરીકે ઉમિયાધામ સિદસરના યેરમેન મૌલેશભાઈ ઉકાણી, ઉદ્ધાટક તરીકે ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ આયાર્ય દેવવ્રતજી મુખ્‍ય મહેમાન તરીકે કળષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાધવજીભાઈ પટેલ, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવરીયા, અતિથિવિશેષ તરીકે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે. પટેલ, ઉંઝાના પૂર્વ પ્રમુખ મણીભાઈ મમ્‍મી, અમદાવાદના કાંતિભાઈ રામ, પ્રહલાદભાઈ, પાટીદાર સમાજ અમદાવાદના પ્રમુખ મગનભાઈ જાવીયા, પાટીદાર સમાજ વડોદરાના પ્રમુખ મણીભાઈ વાછાણી, પાટીદાર સમાજ સુરતના પ્રમુખ વજુભાઈ માણાવદરીયા, પાટીદાર સમાજ મુંબઈના પ્રમુખ ગીરીશભાઈ ગોવાણી, સુરેન્‍દ્રનગરના પરસોતમભાઈ વરમોરા, મુંબઈના ભગવાનજીભાઈ હીરપરા ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:34 PM IST)