<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

૨૬૦ કેનેડિયન કોલેજો માનવ તસ્‍કરીમાં સંડોવાયેલી છે

ઇડીએ કર્યો ખુલાસો

નવી દિલ્‍હી, તા.૨૬: એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED) એ ખુલાસો કર્યો છે કે કેનેડામાં ૨૬૦ કોલેજો માનવ તસ્‍કરીમાં સામેલ છે. આ કોલેજોએ ‘ગેરકાયદેસર ઇમિગ્રન્‍ટ્‍સ' ને કેનેડા મારફતે યુનાઇટેડ સ્‍ટેટ્‍સ જવા માટે વિદ્યાર્થી વિઝા આપ્‍યા હતા.

EDએ આ માહિતી એક ગુજરાતી પરિવારના ૪ સભ્‍યો સાથે સંબંધિત તપાસના સંદર્ભમાં આપી છે જેઓ ૩ વર્ષ પહેલા મેનિટોબામાં યુએસ-કેનેડા બોર્ડર પર મળત હાલતમાં મળી આવ્‍યા હતા.

એજન્‍સી ફેમિલી કેસ સાથે સંકળાયેલા એજન્‍ટો સામે મની લોન્‍ડરિંગની તપાસ કરી રહી છે.

ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયા અનુસાર, ઈડીનું કહેવું છે કે તપાસમાં માનવ તસ્‍કરીની આંતરરાષ્ટ્રીય સિન્‍ડિકેટનો ખુલાસો થયો છે, જેમાં કેનેડાની ૨૬૦ કોલેજો સામેલ છે.

એજન્‍સીએ કહયું કે કેનેડિયન કોલેજોના વ્‍યવહારો અને ગેરકાયદેસર ઇમિગ્રન્‍ટ્‍સ પાસેથી તેઓએ કેટલા પૈસા કમાયા તેની તપાસ ચાલી રહી છે.

અત્‍યાર સુધીની તપાસમાં બહાર આવ્‍યું છે કે એજન્‍ટોએ ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે કેનેડાની કોલેજોમાં પ્રવેશ કરાવ્‍યો હતો, પરંતુ તેઓ એક વખત પણ કોલેજમાં ગયા ન હતા.

તપાસ એજન્‍સીના અધિકારીઓએ જણાવ્‍યું હતું કે ૧૦ અને ૧૯ ડિસેમ્‍બરે તેણે મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં આ કેસ સાથે સંકળાયેલા કેટલાક એજન્‍ટોના ૮ થી ૯ સ્‍થળો પર દરોડા પાડયા હતા.

તપાસમાં સામે આવ્‍યું છે કે મુંબઈ અને નાગપુરના બે એજન્‍ટ દર વર્ષે ૩૫,૦૦૦ ગેરકાયદેસર ઈમિગ્રન્‍ટ્‍સને વિદેશ મોકલતા હતા. ગુજરાતમાં આવા ૧,૭૦૦ અને દેશમાં ૩,૫૦૦થી વધુ એજન્‍ટો આ રેકેટમાં સામેલ છે.

૧૯ જાન્‍યુઆરી, ૨૦૨૨ ના રોજ, ગુજરાતનો એક પરિવાર યુએસ-કેનેડા બોર્ડર પર ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશ કરતી વખતે મળત હાલતમાં મળી આવ્‍યો હતો.જેમાં જગદીશ પટેલ (૩૯), તેમની પત્‍ની વૈશાલી (૩૫), ૧૧ વર્ષની પુત્રી અને ૩ વર્ષનો પુત્ર સામેલ છે.

તસ્‍કરોએ માઈનસ ૩૭ ડિગ્રી સેલ્‍સિયસના બરફના તોફાનમાં પરિવારને છોડી દીધો, જેના પરિણામે તેમનું મળત્‍યુ થયું.

આ કેસમાં જગદીશના પરિવારની મુસાફરીની વ્‍યવસ્‍થા કરવામાં સામેલ એજન્‍ટ ભાવેશ પટેલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

એજન્‍સીના અધિકારીઓએ જણાવ્‍યું કે મુંબઈ અને નાગપુરના બે એજન્‍ટોએ કમિશનના આધારે વિદેશમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ઘણી કોલેજો સાથે જોડાણ કર્યું છે. આ પછી, ગેરકાયદેસર ઇમિગ્રન્‍ટ્‍સના સ્‍ટુડન્‍ટ વિઝા માટે જરૂરી દસ્‍તાવેજો તૈયાર કરવામાં આવે છે.

(3:57 PM IST)