News of Thursday, 26th December 2024
અલ્લુ અર્જુનના સમર્થનમાં આવ્યા અનુરાગ ઠાકુર: કહ્યું - અભિનેતાની છબીને ખરાબ કરવાનો પ્રયાસ
અનુરાગ ઠાકુરે પાર્ટીના નેતાઓને વિનંતી કરી છે કે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવું કોઈ નિવેદન ન આપે.

નવી દિલ્હી :ભાજપના દિગ્ગજ નેતા અનુરાગ ઠાકુર અલ્લુ અર્જુનના સમર્થનમાં આવ્યા છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે કેટલાક લોકો જાણીજોઈને અલ્લુ અર્જુનની પ્રતિષ્ઠાને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંધ્યા થિએટર નાસભાગના મામલામાં કોંગ્રેસના ઘણા નેતાઓ અલ્લુ અર્જુન વિરુદ્ધ નિવેદન આપી ચુક્યા છે.
તેલંગાણામાં સત્તારૂઢ કોંગ્રેસના કેટલાક નેતાઓએ અલ્લુ અર્જુન વિરુદ્ધ ટિપ્પણી કરી છે. અનુરાગ ઠાકુરે પાર્ટીના નેતાઓને વિનંતી કરી છે કે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવું કોઈ નિવેદન ન આપે. કોઈ વિવાદ ઊભો કરવાને બદલે સલામતીનું ધ્યાન રાખવાના પ્રયાસો કરવા જોઈએ, રાજકારણ નહીં.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અનુરાગ ઠાકુરને ટાંકીને કહ્યું કે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ખાસ કરીને તેલુગુ સિનેમાએ ભારતીય સિનેમાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી છે. કમનસીબે આવા પાયાવિહોણા નિવેદનોને કારણે કેટલાક લોકો તેમને જમીન પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કલાકારોએ મોટું યોગદાન આપ્યું છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
