News of Thursday, 26th December 2024
ભાજપ અને સંઘને ' જય સિયારામ' ના નામ અને નારાથી નફરત :ભજન વિવાદ મામલે લાલુપ્રસાદના ભાજપ પ્રહાર
ગાયિકા દેવીએ બાપુના નામે બનેલા ઓડિટોરિયમમાં બાપુનું ભજન ગાયું ,તેમને સીતારામ કહીને બોલાવ્યા ત્યારે ભાજપના લોકોએ માઈક પર તેમની માફી મંગાવી

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું હતું આ લોકો શરૂઆતથી જ મહિલા વિરોધી છે અને 'જય શ્રી રામ'ના નારા લગાવીને અડધી વસ્તી, મહિલાઓનું અપમાન કરે છે.
તેમણે કહ્યું, 'ગઈકાલે કાર્યક્રમમાં જ્યારે ગાયિકા દેવીએ બાપુના નામે બનેલા ઓડિટોરિયમમાં બાપુનું ભજન ગાયું હતું અને તેમને સીતારામ કહીને બોલાવ્યા હતા, ત્યારે ભાજપના નાના લોકોએ માઈક પર તેમની માફી મંગાવી હતી માતા સીતા માટે જય સીતારામને બદલે જય શ્રી રામના નારા લાગ્યા હતા. શા માટે તેઓ ‘સીતા માતા’ સહિતની મહિલાઓનું અપમાન કરે છે?
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
