News of Friday, 27th December 2024
મેં એક ગુરુ અને માર્ગદર્શક ગુમાવ્યા: રાહુલ ગાંધી થયા ભાવુક
અપાર બુદ્ધિમત્તા અને વફાદારી સાથે ભારતનું નેતૃત્વ કર્યું. તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજથી રાષ્ટ્રને પ્રેરણા મળી

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે દિલ્હીની AIIMSમાં નિધન થયું હતું. મનમોહન સિંહના નિધનથી દેશભરમાં શોકની લહેર છે.
લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે મનમોહન સિંહજીએ અપાર બુદ્ધિમત્તા અને વફાદારી સાથે ભારતનું નેતૃત્વ કર્યું. તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજથી રાષ્ટ્રને પ્રેરણા મળી. મેં એક ગુરુ અને માર્ગદર્શક ગુમાવ્યા છે. આપણામાંથી લાખો લોકો જેઓ તેમના ચાહકો હતા તેઓ તેમને ખૂબ જ ગર્વથી યાદ કરશે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
