<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

કેબિનેટનો મોટો નિર્ણયઃ અશોક ગેહલોત સરકારમાં બનેલા ૯ જિલ્લા અને ૩ વિભાગ નાબૂદ

કેબિનેટે ડુડુ, કેકરી, શાહપુરા, નીમકથાણા, ગંગાપુર સિટી, જયપુર ગ્રામીણ, જોધપુર ગ્રામીણ, અનુપગઢ અને સંચૌર રદ કર્યા છે

જયપુર,તા.૨૯,

રાજસ્થાનમાં ભજનલાલ સરકારે અશોક ગેહલોતના શાસનમાં બનેલા ૯ નવા જિલ્લાઓ રદ કર્યા છે. સીએમ ભજનલાલ શર્માની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ખાદ્ય સુરક્ષા યોજનામાં નવા લાભાર્થીઓને ઉમેરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે ડુડુ, કેકરી, શાહપુરા, નીમકથાણા, ગંગાપુર સિટી, જયપુર ગ્રામીણ, જોધપુર ગ્રામીણ, અનુપગઢ અને સંચૌર રદ કર્યા છે.

તે જ સમયે, ગેહલોત સરકારમાં બનાવવામાં આવેલા ૧૭ નવા જિલ્લાઓમાંથી, ભજનલાલ કેબિનેટે ૮ નવા જિલ્લાઓ જેમના તેમ રાખ્યા છે. આ જિલ્લાઓમાં બાલોત્રા, બ્યાવર, ડીગ, ખૈરથલ-તિજારા, ડીડવાના-કુચમન, કોટપુતલી-બેહરોર, ફલોદી અને સાલમ્બરનો સમાવેશ થાય છે.

આવી સ્થિતિમાં રાજસ્થાનમાં હવે ૩૩ અને ૮ જિલ્લાઓ મળીને કુલ ૪૧ જિલ્લાઓ બનશે. હવે રાજસ્થાનમાં ૭ વિભાગો બનશે.

(10:43 AM IST)